તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલીના કુકેરીમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલી તાલુકાના કુકેરી ગામે ભૂવનેશ્વર યુવક મંડળ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચક્કરીયા પીએચસી ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન ગામના માજી સરપંચ અને આગેવાન અમૃતસિંહ પરમારના હસ્તે કરાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

ક્રિકેટ ટુર્ના.ને ગામના માજી સરપંચ અમૃતસિંહ પરમાર, નવસારી જિ.પં. સદસ્ય અને ક્રિકેટ રસિક યુવા અગ્રણી શૈલેષભાઈ પટેલ તથા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરી ખુલ્લી મુકવામાં આવી હતી. બે માસ ચાલનારી ક્રિકેટ ટુર્ના.માં દ.ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી 210થી વધુ ટીમો ભાગ લેશે. ઉદઘાટન પ્રસંગે ઉદઘાટક અમૃતસિંહ પરમારે યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડથી યુવા પ્રતિભા બહાર આવવા સાથે ભાઈચારાની ભાવના વધશે. શૈલેષભાઈ પટેલે ટુર્ના. સારી પૂર્ણ કરવા શુભેચ્છા પાઠવી હતી. અમૃતસિંહ પરમારના હસ્તે ટોસ ઉછાળી બેટીંગ કરી ટુર્ના. ખુલ્લી મુકાતા સૌ પ્રથમ મેચ દુવાડા વાંગરી ગણદેવી અને કુકેરી વચ્ચે યોજાઈ હતી. જેમાં દુવાડાની ટીમ વિજેતા થઈ હતી. આ પ્રસંગે પુલવામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પી ભારતીય વાયુસેનાની કામગીરીને બિરદાવી પ્રશંસા કરવામાં આવી હતી.

કુકેરી ગામે નાઈટ ક્રિકેટ ટુર્ના.ના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો