કાકડવેરીના યુવકને ઉંચકી જઈ પોલીસે માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામના કાકડવેરી ગામના એક યુવક પોતાની દુકાનમાં રાત્રે સૂતો હતો. તે દરમિયાન નંબર વગરની સ્કોર્પિયો થતા સ્વીફ્ટ ગાડીમાં આવેલા 6 જેટલા ઈસમોએ પ્રતીક નામના યુવકને દુકાનેથી ગાડીમાં બેસાડી જામનપાડા ચાર રસ્તા પાસે લઈ જઈ ઢોર માર માર્યા બાદ યુવકને પોતાની દુકાને મૂકી ગયા હતા. તેને માર મારનારાઓ પોલીસના માણસો હોવાનું યુવકે ખેરગામ પોલીસ મથકે કરેલી અરજીમાં આક્ષેપ કરતા ચકચાર મચી છે.

ગત શનિવારે મળસ્કે ત્રણથી ચાર વાગ્યાના સુમારે નંબર વગરની સ્કોર્પિયો અને સ્વીફ્ટમાં આવેલા છ જેટલા માણસોએ કાકડવેરી નિશાળ ફળિયા ખાતે પોતાની દુકાન પર ઊંઘી રહેલા પ્રતીક ગરાસિયાને ઉઠાડી દારૂની ગાડી ક્યાં ગઈ અને તું દારૂ નો વેપાર કરે છે એવું કહી જબરદસ્તી ગાડીમાં બેસાડી ગયા હતા. પ્રતીકના જણાવ્યા પ્રમાણે એલસીબી પોલીસના માણસો તેને જામનપાડા ગામે આવેલી ક્વોરી સામે લઈ જઈ બે જણાએ પ્રતીકને પકડી રાખ્યો હતો ...અનુ. પાના નં. 2

પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા આગેવાનો.

દારૂનો ધંધો કરે છે કહી પોલીસવાળાએ માર માર્યો
મને રાત્રે પોલીસવાળા ઉંચકી ગયાને દારૂનો ધંધો કરો છો તેમ કહીં માર માર્યો હતો. જામનપાડા પાસે કવોરીની બાજુમાં લઈ ગયાને માર માર્યો. લગભગ 6 જણાં હતા અને સાદા ડ્રેસમાં હતા. પ્રતિક, ભોગ બનનાર

એલસીબી પોલીસની કોઈ ભૂમિકા નથી
ખેરગામની ઘટનામાં એલસીબીની ભૂમિકા નથી. હાલમાં રાજકીય માહોલ હોય અમારા નામ પર કોઈએ ખોટુ કર્યું હોય તો તપાસ કરીશું. હાલ ઘટનામાં બે પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયાની માહિતી છે. વી.એસ. પલાસ, પીઆઈ, એલસીબી

ઇજાગ્રસ્તનું નિવેદન લીધું
કાકાડવેરી ગામના યુવકને માર મારવા બાબતે અરજી આવેલી છે, જેમાં પ્રતીક ગરાસિયાનું નિવેદન પણ લીધું છે.આજે હોસ્પિટલમાં ડિસ્ચાર્જ સર્ટી લેવા માણસો ગયેલા છે, જે આવ્યા બાદ ગુનો દાખલ કરવા અંગેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. કે.જે.ભોયે,પીએસઆઇ, ખેરગામ.