તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજામાં 29000 પ્રવસીઓ નોંધાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આજે રવિવારની રજામા પ્રવાસીઓની ભીડ જામી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પર રવિવારે વરસાદ વરસી રહ્યો હતો અને વરસતા વરસાદમાં પણ પ્રવસીઓ આહલાદક વાતાવરણ ઓ આનંદ લઇ રહયા હતા.

રવિવારના રોજ 15000 પ્રવસીઓ નોંધાયા હતા. જ્યારે શનિવારે 1400 પ્રવસીઓ નોંધાયા હતા. આમ બે દિવસમાં પ્રવાસીની ભીડ 29000 જેટલી નોંધાયી હતી. અત્યાર સુધી 11 મહિનામાં 23 લાખ પ્રવસીઓ નોંધાયા છે. હાલ નર્મદા બંધ ઓવરફ્લો અને સ્ટેચ્યુ જોવાની પ્રવસીઓ આનંદ ઉઠાવી રહ્યા છે. જેથી વરસાદ વચ્ચે પણ પ્રવસીઓમાં કોઈ ઘટાડો દેખાતો નથી. પ્રવાસીઓનું કહેવું છે કે આટલું પાણી આટલી હરિયાળી અમે ક્યાંય જોઈ નથી. અહીંયા વારંવાર આવવાનું મન થાય છે.

સ્ટેચ્યુના જોઈન્ટ સીઈઓ નિલેશ દૂબેએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ અને નર્મદા ડેમ સહિત અહીંનું એટમોસ્ફિઅર સુંદર છે. અહીંયાની ગ્રીનરી લોકોને ખેંચી લાવે છે. હજુ આવનારા દિવસોમાં વિવિધ પ્રોજેક્ટો ખુલ્લા મુકાશે. ત્યારે પ્રવાસીઓ આખો દિવસ પસાર કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...