તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોલવણ ભાજપ પ્રમુખની વરણી બાબતે જૂથવાદ ચરમસીમાએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં ભાજપ સંગઠન દ્વારા 07 તાલુકા પૈકી 05 તાલુકાના સંગઠનના પ્રમુખ અને હોદેદારોની રચના કરાઈ છે, પરંતુ વાલોડ અને ડોલવણ તાલુકા સંગઠનની રચના કરવામાં ઘોંચ પડી છે. ભાજપ સંગઠન પ્રમુખ સહીત ભાજપ તંત્રમાં મુશ્કેલી વધી રહી છે.

તાપી જિલ્લાના ડોલવણ અને વાલોડ તાલુકા ભાજપ પ્રમુખની વરણી બાબતે સમરસતા ન સધાતાં બંને તાલુકાઓના ભાજપ પ્રમુખની નિમણુંક જાહેર કરવાનું ટાળવામાં આવતા જુથવાદની સામે મોવડી મંડળ અવઢવમાં આવી ગયું. આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી પર સીધી અસર પડવાની આંશકાઓ પ્રબળ બની છે.

સમગ્ર તાપી જિલ્લામાં તા. 5 મીના રોજ 4 મંડળના પ્રમુખની રચના કોઈપણ પ્રકારના વાદવિવાદ વગર સર્વસંમતિથી થઇ હતી, અને તા. 6ઠ્ઠીનાં રોજ નિઝર, કુકરમુંડા અને ઉચ્છલની સંરચના વિવાદ વગર પૂર્ણ થઇ હતી. જયારે ડોલવણ અને વાલોડ તાલુકાની રચના બાબતે જૂથબંધીને કારણે પ્રમુખની જાહેરાત કરવાનું પાછળ કરવું તાપી જિલ્લા ભાજપના પદાધિકારીઓએ મુનાસીબ માન્યું હતું. ડોલવણ તાલુકામાં હરિભાઈ ગામીત [પાટી ] હાલના ભાજપ પ્રમુખ, રાજુભાઈ ચૌધરી [ ગડત ], બિપીનભાઈ ગામીત [બામણાંમાળ દુર] પ્રમુખપદની દાવેદારી કરી હતી.

મળતી માહિતી મુજબ હરિભાઈ પાસે હાલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ, એટીવીટી કમિટી, ટ્રાઈબલની કમિટીના હોદ્દાઓ પણ હોવાથી એક જૂથના લોકોએ હરિભાઈની નિમણુંક સામે વાંધો ઉઠાવી નવા પ્રમુખની નિમણુંક કરવા જૂથબંધી કરી છે. કેટલાક ભાજપ તરફી સરપંચોની નારાજગી હોવાની માહિતી મળી રહી છે. જ્યારે હરિભાઈ તરફે જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મોહનભાઇ કોંકણીનું પીઠબળ છે. જ્યારે રાજુભાઈ ગામીત અને બિપીનભાઈ ગામીત જુના જોગીઓ છે.આજ રીતે વાલોડ તાલુકા ભાજપ પ્રમુખની વરણી માટે હાલના પ્રમુખ ટિંકલભાઈ પટેલ હથુકા, ભરતભાઈ ભંડારી - પેલાડ બુહારી, ભુપેન્દ્રભાઈ ગામીત - દેગામા, વિકેશભાઈ ગામીત - બેડકુવા, કેવસિંગભાઈ ચૌધરી - ડુમખલ પ્રમુખની રેસમાં છે. પ્રદેશ તરફથી રચના અધિકારી વિજયભાઈ પટેલ, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામ ગામીત અને જિલ્લા ભાજપના ત્રણ મહામંત્રીઓની હાજરીમાં પ્રદેશની સુચનાનુસાર વરણીની જાહેરાત થવાની હોવાં અંગે લોકોમાં ઉત્સુકતા હતી.

અન્ય સમાચારો પણ છે...