તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mahuva News The Grandson Who Refused To Put A Car On The Road Beat The Grandmother With 2 Masins 024043

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસ્તામાં કાર મૂકવાની ના પાડતા પૌત્રએ 2 માસીની સાથે મળી દાદીને માર માર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા તાલુકાના સાંબા ગામે પૌત્રને દાદીએ રસ્તામા મુકેલ કાર હટાવવા કહેતા પૌત્રએ તેની પત્ની અને બે માસીઓ સાથે મળી વૃદ્ધ દાદીને ઢીક મુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

મહુવા તાલુકાના સાંબા ગામે વિનોબા ફળિયામાં રહેતા દેવીબેન ચીમનભાઈ પટેલના પૌત્ર અને પૌત્રીના લગ્ન આગામી તા-3/03/2019 ના રોજ એક જ મંડપમા થનાર છે.જ્યારે તેમના ત્રણ પુત્ર પૈકી મોટો પુત્ર હસમુખભાઈ એક જ કમ્પાઉન્ડમાં અલગ ઘર બનાવી તેના પુત્ર જયમીન જોડે રહે છે. અંદાજીત ચાર માસ પહેલા હસમુખભાઈ અને જયમીન વચ્ચે ઝઘડો થતા હસમુખભાઈ તેમની છોકરી મિનલબેન જોડે વ્યારા રહેતા હતા. તેમનો પુત્ર જયમીન તેમને ઘરે આવવા દેતો ન હતો અને આવે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આગામી 3 માર્ચના રોજ દેવીબેન પટેલના ઘરે લગ્ન પ્રસંગ હોઈ અને બે ઘરોના આવવા જવા માટે એક જ સાંકડો રસ્તો હોઈ જે રસ્તા પર છેલ્લા ત્રણ દિવસથી જયમીને તેની આઈ ટ્વેન્ટી ગાડી રસ્તામા મૂકી રાખી હતી. જેથી પરિવારજનો ને આવવા જવામા તેમજ લગ્ન પ્રસંગનો માલ સામાન લાવવાની ભારે તકલીફ પડતી હતી. જેથી વૃદ્ધ દાદી દેવીબેન પટેલે પોતાના પૌત્ર જયમીનને તા-25/02/2019 ને સોમવારના રોજ બોલાવી ઘરે લગ્ન પ્રસંગ હોવાથી કાર રસ્તામાં ન મુકાય એમ જણાવી સમજાવતા જ જયમીન તેમજ તેની પત્ની અંકિતાબેન તેમજ તેની માસી કપિલાબેન જયંતીભાઈ પટેલ અને કુસુમબેન અમરતભાઈ પટેલે આવી વૃદ્ધ મહિલા દેવીબેન ને ઢીક મુક્કીનો માર મારી ધકકો મારી ઓટલા પર પાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના ઘરે પલાયન થઈ ગયા હતા.

ઘટના અંગે વૃદ્ધ મહિલાએ મહુવા પોલીસ મથકે પોતાના પૌત્ર તેની પત્ની અને તેની બે માસીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો