તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયણમાં જાહેર રસ્તાને ખોદી નાખનારા સામે ગ્રામ પંચાયતે પોલીસમાં અરજી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયણ ગ્રામ પંચાયતે ગણત્રીના મહિનાઓ પહેલા સરકારી ગ્રાન્ટમાંથી બનાવેલ પેવર બ્લોક રોડ ને ફેક્ટરીના માલિકે જેસીબી મશીનથી તોડી નાંખી ગેરકાયદેસર રીતે ગટર લાઈન નાંખવાની કામગીરી કરી હતી. ગંભીર બાબતમાં જવાબદાર વિરુદ્ધ પંચાયતે નક્કર કાર્યવાહી કરવાની જગ્યાએ માત્ર અરજી આપી સંતોષ માની લેતા લોકોમાં રોષ ફેલાયો છે.

સાયણ ગામે સાયણ સુગર રોડને અડીને આવેલ બ્લોક નંબર 536/બ તરફ જતો રોડ સરકારની 3 લાખથી વધુની ગ્રાન્ટમાંથી બનાવેલ પેવર બ્લોકથી બનાવવાની કામગીરી કરાઇ હતી. જેને નજીકમાં આવેલ ફેક્ટરીના માલિક દ્વારા જેસીબી મશીનથી તોડી પાડી છ સાયણ ગ્રામ પંચાયતે આજરોજ લેખિત સ્વીકાર્યુ કે ફેક્ટરીના માલિકે રસ્તો જેસીબી વડે તોડી નાખ્યો છે. પરંતુ પંચાયતે જાહેર માર્ગને નુકસાન પહોંચાડનાર સામે નક્કર કાર્યવાહીની જગ્યાએ માત્ર સાયણ ચોકીમાં એક લેખિત અરજી આપી આપી સંતોષ માની લીધો છે.

તો પંચાયત વિરુદ્ધ ફરિયાદ કરશે
 બ્લોક નંબર 536/બ ના પ્લોટ નંબર 1 થી 9 ના માલિક બાબુભાઈ ધરમશીભાઈ જાસોલીયાએ સરકારી ગ્રાન્ટમાંથી બનાવેલ રસ્તો તોડી નાખવાનું ગેરકાયદેસરનું કૃત્ય કરેલ છે. જો જવાબદાર વિરુદ્ધ પંચાયત પોલીસમાં ગુનો દાખલ ન કરાવે તો ખેડૂતો ભેગા મળી ગ્રામ પંચાયત વિરુદ્ધ ફરિયાદ કરીશું. ઈબ્રાહીમભાઈ મનખ, અરજદાર

અન્ય સમાચારો પણ છે...