તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહની સરકારી શાળાને PPP મોડેલથી ખાનગી સંસ્થાને ચલાવવા અખતરો કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાનહની બે જેટલી સરકારી શાળાઓ PPP મોડ પર કરવાની તજવીજ હાથ ધરાયા છે કઈ બે શાળાઓ લેવાશે એ હજુ નક્કી કરાયું નથી કોઈ પણ શિક્ષકોને નહિ નોકરી માંથી નહીં કઢાય એવું એજ્યુકેશન ડાયરેક્ટરએ જણાવ્યું હતું.

દાનહમાં હાલ શિક્ષક અને શિક્ષણ જગતમાં પ્રસાશન દ્વારા સરકરી શાળાઓને PPP મોડ પર લાવવાની તૈયારી કરી રહ્યા હોવાનું પરીપત્ર બહાર પડતા શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકો અસમંજશમાં મુકાયા છે દાનહની કુલ શાળાઓ માંથી 5 ટકા જેટલી શાળાઓને પ્રસાશન દ્વારા PPP મોડ પર લાવવાની તૈયારી થઇ ચુકી છે. પ્રથમ 5 ટકા પ્રદેશની તમામ શાળાઓમાંથી પસંદગી કરવાની હતી પણ હાલ પ્રયોગ રૂપે કેટલો સફળ રહે એ જોતા હાલ પ્રદેશની બે જેટલી શાળાઓને PPP મોડ પર લેવાશે જે હાલ કઈ શાળા લેવી એ નક્કી થયું નથી, PPP મોડ પર સરકારી શાળાઓને આપવાની વાતને લઇ સ્થાનિક લોકો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓમાં ખાસ્સી નારાજગી જોવા મળી રહી હતી. બીજી તરફ શિક્ષકોને મળતું ઉંચુ પગાર ધોરણ ખાનગી શાળાઓ કરતા ઉંચુ છે. સુવિધાઓ હોવા છતાં શિક્ષણનો ગ્રાફ નહિવત ઉંચો જય રહ્યો છે એની સામે ખાનગી શાળાઓમાં સારુંએવી રિઝલ્ટ લાવી બતાવતા હોય છે આવા અનેક સવાલોની વચ્ચે PPP મોડ પરનો પ્રયોગ કેટલો સફળ બની રહે એ જોવાનું રહ્યું છે જોકે આ બાબતે નોટિફિકેશન બહાર પડ્યું છે.

શિક્ષણ સુધરશે તો યોજનાનો અમલ

પ્રશાસન દ્વારા નોટિફિકેશન બહાર પાડ્યું છે પણ હાલ પ્રસાશન પ્રદેશની બે શાળાઓ PPP મોડ પર આપવાનું વિચારી રહયા છે નોટિફિકેશન મુજબ 5 ટકા શાળાઓ લેવાની હતી પણ હાલ બે શાળાઓ પ્રયોગ રૂપે અપાશે. કોઈ પણ સ્થાઈ શિક્ષકને કાઢશે નહિ, શાળાનું રિઝલ્ટ સંતોષજનક હશે તો આવતા વર્ષોમાં વિચાર કરાશે>નિલેશ ગુરવ, શિક્ષણ નિર્દેશક,દાનહ

હજુ અમને કોઈ જાતની જાણકારી અપાઇ નથી

નોટિફિકેશન બહાર પડ્યું છે. અધિકારીઓએ હજુ કોઈ ચર્ચા કરી નથી કઈ શાળાઓને PPP મોડ પર અપાય રહી છે. જોકે રેન્ડમલી રાખોલી, ઘાલોન્ડા,દપાડા જેવી કુલ 4-5 શાળાઓની વાત ચાલી રહી હતી પણ હજુ અમને કોઈ જાણકારી અપાય નથી.>મહેશ ગાવિત, જિ.પં.ઉપપ્રમુખ

અન્ય સમાચારો પણ છે...