યુવતી પર બળાત્કાર ગુજારનાર 4 સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદની યુવતી સાથે સુરતના ત્રણ યુવાનોએ નવસારીમાં ને.હા.નં. 48 ઉપર આવેલા ફાર્મહાઉસમાં કોલ્ડ્રીંકસમાં કંઈક ભેળવી દઈ બેભાન જેવી સ્થિતિમાં સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ ઘટના અંગે કોઈ વાત નહીં કરવા અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સહિત કુલ ચાર સામે યુવતીએ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

નેશનલ હાઈવે નં. 48 ઉપર કોઈક ફાર્મ હાઉસમાં સુરતના ત્રણ નરાધમોએ યુવતીને બેભાન જેવી કરી દઈ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. 12મી માર્ચે આ ઘટના ઘટી હતી. પોલીસ મથકમાં અમદાવાદની આ પાશવી બળાત્કારનો ભોગ બનનાર યુવતીએ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાગિણી (નામ બદલ્યુ છે) સુરતના શૈલેષભાઈ પાલડીયાના બ્યુટીપાર્લરના વ્યવસાયના કારણે સંપર્કમાં આવી હતી. બંને એક જ વ્યવસાયમાં હોવાથી મિત્રતા કેળવાય હતી. જેને લઈ શૈલેષ પાલડીયાએ રાગિણી સાથે વિશ્વાસ કેળવી ભાગીદારીમાં બ્યુટી પાર્લરનો ધંધો કરવા જણાવ્યું હતું. તેની વાતમાં આવી જઈ રાગિણી સુરતના જહાંગીરપુરા ખાતે અમદાવાદથી આવી હતી. જ્યાં શૈલેષ પાલડીયાએ બોલાવી હતી ત્યાં પહોંચી હતી. એ દરમિયાન શૈલેષે તેના મિત્રો ફિયાદ, હેમલ તથા વિમલ સાથે મુલાકાત કરાવી હતી. એ પછી 13મી માર્ચે સાંજે 7.30 વાગ્યાની આસપાસ રાગિણીને ડુમસથી સફેદ કલરની ફોર્ચ્યુન ગાડીમાં બેસાડી શૈલેષના મિત્રો નવસારી હાઈવેના એક ફાર્મ હાઉસ ઉપર લઈ ગયા હતા. જ્યાં તેમણે કોલ્ડડ્રીંક્સમાં કંઈક પીવડાવી દેતા રાગિણી બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી. રાગિણીની આ સ્થિતિનો લાભ લઈ ત્રણેય જણાંએ એક પછી એક શારીરિક અડપલા કરી શરીરસંબંધ બાંધી સામૂહિક બળાત્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...