તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવી તાલુકા પ્રાથમિક શૈક્ષિક સંઘના હોદ્દેદારો વરાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગણદેવી | પ્રાથમિક શૈક્ષિક સંઘની નવસારીમાં સૌ પ્રથમવાર રચના કરાયા બાદ ગણદેવી તાલુકામાં પણ તાલુકા પ્રાથમિક શૈક્ષિક સંઘના હોદ્દેદારોની શનિવારે વરણી કરવા માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નવસારીની સામાન્ય સભા ગણદેવી પ્રાથમિક કન્યા શાળામાં મળી હતી. નવસારી જિલ્લા સંઘના પ્રમુખ ધર્મેશભાઈ પટેલના પ્રમુખપદે તેમજ ગણદેવી પાલિકાના પ્રમુખ રમણભાઈના મુખ્ય મહેમાનપદે અને ગણદેવી પીપલ્સના ડિરેક્ટર પરેશભાઈના અતિથિવિશેષપદે આ સભા યોજાઈ હતી. આ સભામાં ગણદેવી તાલુકા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ તરીકે યોગેશભાઈ પટેલ, મહામંત્રી તરીકે તલોધના હસમુખભાઈ પટેલ અને ઉપાધ્યક્ષ તરીકે ધનોરી પ્રાથમિક શાળાના જયદીપભાઇ ધુમાડિયાની બિનહરીફ વરણી કરાઈ હતી. આ ઉપરાંત સંગઠન મંત્રી તરીકે દુવાડાના આશિષભાઈ પટેલ, મહિલા ઉપાધ્યક્ષ તરીકે તલોધના નીતાબેન પટેલ, મહિલા સહમંત્રી તરીકે બીલીમોરાના સેજલબેન અને શૈલાબેન ટંડેલ વરાયાં હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો