તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીના 4 મોબાઇલ સાથે છીરીનો યુવક ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપીમાં ત્રણ ઘરફોડ ચોરીમાં નાસતા ફરતા બે પૈકી એક આરોપીની એલસીબીએ સલવાવથી ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. બંને આરોપી ડુંગરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ત્રણ અલગ જગ્યાએ ઘરમાં પ્રવેશી રૂપિયા તેમજ મોબાઇલ લઇને ફરાર થતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા.

એલસીબી પીઆઇ ડી.ટી.ગામીતના માર્ગદર્શન મુજબ તેમની ટીમ મંગળવારે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન અ.હે.કો.અલ્લારખુને મળેલી બાતમીના આધારે સલવાવ બ્રીજ નીચેથી આરોપી અંકિત અવધલાલ ગુપ્તા ઉ.વ.21 રહે.રણછોડનગર છીરીની ધરપકડ કરાઇ હતી. તેના કબજામાંથી મોબાઇલ નંગ-4 કિં.રૂ.14,000 અને એક કાતર મળી આવ્યો હતો. જે અંગે સઘન પુછપરછ કરતા આરોપી અંકિત વોન્ટેડ સંતોષ હરિલાલ નિષાદ સાથે શુક્રવારે રાત્રે કોચરવા વડીયાવાડની ચાલીમાં રહેતા કુંજબિહારી સીંગના મકાનમાં પ્રવેશી બે મોબાઇલ ચોરી ફરાર થઇ ગયા હોવાની જાણ થઇ હતી. તેમજ વર્ષ 2016માં આ જ બંને આરોપીએ છીરીના એક એપાર્ટમેન્ટમાંથી બે મોબાઇલ તથા રોકડા રૂપિયાની ચોરી કરી હતી. તો આરોપી અંકિત ડુંગરા પોલીસમાં વર્ષ 2017ના ચોરીના એક ગુનામાં વોન્ટેડ પણ હતો. જિલ્લા એલસીબીને ડુંગરા પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ત્રણ કેસ ડિટેઇન કરવામાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો