તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફૂડ અને ડ્રગ્સની વિજિલન્સ ટીમે વ્યારા અને વાલોડમાં દૂધના વાહનોમાંથી સેમ્પલો લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા પાસે અને વાલોડ નગરના સર્કલ પાસે ગાંધીનગરની ફૂડ અને ડ્રગ્સ વિજિલન્સની ટીમ અને સુરત તાપી ટીમ દ્વારા સંયુક્ત રીતે બે અલગ અલગ ટીમો બનાવી રાત્રી દરમિયાન હાઇવે પરથી પસાર થતી 9 દૂધની ટ્રકો માંથી વિવિધ બ્રાન્ડ ના 17 દૂધના સેમ્પલો લઇને ઉચ્ચ અધિકારીના માર્ગદશન હેઠળ તેને લેબોરેટરીમાં ચેક કરવા માટે મોકલાશે. તાપી જિલ્લા ખાતે રાત્રી દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગમાં ઉતરેલી ફૂડ અને ડ્રગ્સ વિભાગની કામગીરીના કારણે ભારે ચકચાર મચી હતી.

રાજ્ય બહાર આવતા તેમજ રાજ્યમાં દૂધ વેચાણના કામકાજ મોટા પાયે થઇ રહ્યું છે. જેને પગલે દૂધની ગુણવતા અને શુદ્ધતા બાબતે ચકાસણી કરવા માટે રાજ્ય લેવલે કામગીરી ચાલુ કરાઈ છે. જે અંતર્ગત ગાંધીનગરથી વિજિલન્સ અધિકારી દિલીપભાઈ રાણા અને તેમની ટીમ તેમજ સુરત ખાતેથી બી.એન.ચૌધરી અને હેતલબેન પાવાગઢી અને તાપી જિલ્લા ખાતે ડી.બી, બારોટ , બી,વી,કાકડિયા તેમજ ટીમ દ્વારા સંયુક્ત રીતે શુક્રવારની રાત્રે બે અલગ અલગ ટીમ બનાવી અને તાપી પોલીસની મદદ લઇને રાત્રે 11 થી 4 સુધીમાં વ્યારા તાલુકાના ટીચકપુરા ખાતે હાઇવે પર અને વાલોડ નગરના સર્કલ પાસે રાજ્ય બહારથી અને દૂધ વેચાણ માટે આવતા 9 જેટલી ટ્રકોને ફૂડ અને ડ્રગ્સની ટીમે અટકાવી હતી. તેની અંદર રહેલા વિવિધ બ્રાન્ડના 17 જેટલા દૂધના નમૂના લેવાયા હતા. તેને સીલ બંધ પેક કરી ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ તેને લેબોરેટરી માટે મોકલી અપાયા છે.

રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે
રાત્રે તાપી પોલીસ બંદોબસ્ત સાથે દૂધના સેમ્પલો ચેકીંગમાં પડેલી ગાંધીનગરની વિજિલાન્સ ટીમ દ્વારા વ્યારાના ટીચકપુરા હાઇવે પાસે ઉભા રહી દૂધ વાહન કરતા વાહનોને ઉભા રાખી તેમના પુરાવા ચેક કરી અને 9 જેટલા દૂધ ના સેમ્પલો લીધા હતા જયારે બીજી ટીમ દ્વારા વાલોડ સર્કલ પાસે ઉભા રહી દૂધ ના વાહન કરતા સાધનો ને ઉભા રાખી 08 જેટલા દૂધ ના સેમ્પલો લીધા હતા. સેમપ્લોને સીલબંધ પેક કરી લેબોરેટરી માં ચેક કરવા મોકલી આપશે. જેના રિપોર્ટ બાદ આગળ ની કાર્યવાહી હાથ ધરાશે.

રાત્રે 11 થી સવારે 4 કલાક સુધી ચેકીંગ કરાયું
ગાંધીનગર અને સુરત અને તાપીની ટીમ દ્વારા ચેકીંગની કામગિરીમાં જોતરાયા હતા. જેમાં ગાંધીનગરની ટીમના માર્ગદશન હેઠળ સ્થાનિક ફૂડ અને ડ્રગ્સની ટીમ દ્વારા આખી રાત હાઇવે પર દૂધના વાહનો ના ચેકીંગ કર્યા હતા. જેમાં અંદાજિત 6 કલાકમાં 9 જેટલા દૂધના વાહનો તેમને ચેકીંગમાં ઉભા રાખ્યા હતા. તેમાં રહેલા વિવિધ બ્રાન્ડના દુધો જેમાં સાંઈ નંદ, રાજ અમલ ગોલ્ડ, ન્યુ અમલ ગોલ્ડ, પ્રશ્નના મિલ્ક ,તાજા ગોલ્ડ, શ્રી ગોવિંદ, રાજઅમાન ગોલ્ડ, ગોદાવરી સહીત દુધોની કોથળીઓ માંથી દુધોમાં સેમપ્લો ફૂડ અને ડ્રુસ વિભાગે કબ્જે લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...