તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મરોલી ફાટક પાસે ડાયવર્ઝન બોર્ડ પર રિફલેકટર કે લાઈટ ન મુકાતાં ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જલાલપોર તાલુકાના મરોલીમાં રેલવે બ્રિજનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ બ્રિજનું કામ ચાલુ થતા ડાયવર્ઝન બોર્ડ લગાવવામાં આવ્યું છે પરંતુ બોર્ડ પર રિફલેકટર કે કોઈ લાઈટ મુકવામાં આવી ન હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલોકને રાત્રિ દરમિયાન અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

મરોલી રેલવે ફાટકથી મરોલી ચાર રસ્તા જવાના રોડ પર ફાટકથી અંદાજે 100થી 150 મીટરના અંતરે રેલવે બ્રિજનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જે જગ્યાએથી કામ ચાલુ કરવામાં આવ્યું છે એ જગ્યા પરથી જ ડાયવર્ઝનના બોર્ડ લગાવવામાં આવ્યા છે. રાત્રિ દરમિયાન વાહનચાલકોને દૂરથી આ બોર્ડ નહીં દેખાતા અચાનક આવી જતા અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. કેટલાય વાહનચાલકના કહેવા મુજબ રાત્રે આ બોર્ડ રિફલેકટર (રેડિયમપટ્ટી)ન લગાવતા દૂરથી આ બોર્ડ નજરમાં આવતું નથી, જેથી પાસે આવી જતા જોરથી બ્રેક મારવી પડે છે. મરોલીથી ચાર રસ્તા સુધીનો 4 લેન રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડ પર કામ ચાલુ કરાતા રોડ ફક્ત 12 ફૂટ જ છોડવામાં આવ્યો છે આથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. જેથી જે જગ્યાએથી કામ ચાલુ કર્યુ એ જગ્યાએથી થોડે દૂર ડાયવર્ઝન બોર્ડ લગાવવામાં આવે અને રીફલેકટર લગાવવામાં આવે જેથી રાત્રે વાહનચાલકોને કામ ચાલુ હોવાની જાણ થા અને અકસ્માત થતા અટકે એવી અહીંથી પસાર થતા વાહનચાલકો માગ કરી રહ્યા છે. ઉભરાટ જવા માટે પ્રવાસીઓ આ રોડનો જ ઉપયોગ કરે છે. હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. પ્રવાસીઓને આ રોડનો અંદાજ ન રહેતા અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. આથી આ રોડ પર ડાયવર્ઝન બોર્ડ પર રિફલેકટર લગાવવામાં આવે તથા ગાડી ધીમી હાંકો દર્શાવતી લાઈટ લગાવાય એ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...