તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નમાં નાચતા યુવકોને સાઇડ આપવાનું કહેતા કારચાલક પિતા-પુત્રને માર મરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉંમરપાડા તાલુકાના ગુંદીકૂવા ગામે લગ્ન મંડપ આગળ જાહેર રસ્તા ઉપર નાચી રહેલા ઈસમો પાસે કાર ચાલકે સાઈડ માંગી રસ્તા ઉપરથી ખસી જવાનું કહેતા ઉશ્કેરાયેલા પાંચ ઈસમોએ કારચાલક સહિત અન્ય કારમાં સવાર યુવકો ઉપર જીવલેણ હુમલો કરી માર મારી કારની તોડફોડ કરતાં ઈજાગ્રસ્ત કાર ચાલક યુવકના પિતાએ પાંચ ઈસમો વિરુદ્ધ ઉંમરપાડા પોલીસમાં ફરિયાદ આપતા ગુનો નોંધ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉંમરપાડાના બલાલકૂવા ગામનો વિશાલભાઈ મહેશભાઈ વસાવા તેના અન્ય ત્રણ મિત્રો દિવ્યેશભાઈ અર્જુનભાઈ વસાવા, સુરક્ષીત અર્જુન વસાવા, પ્રતિક તુલસીભાઈ વાસવા સહિત ચાર મિત્રો સ્વીફ્ટ કારમાં બલલકૂવા ગામથી ઝંખવાવ ગામે પેટ્રોપ ભરાવવા જઈ રહ્યા હતાં. તે દરમિયાન રસ્તામાંઆવતાં ગુંદીકુવા ગામે એક પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી આંગણમાં મંડપ બાંધેલો હતો. તેમજ લગ્ન મંડપ નજીક ચાર ગામના લોકોને ઝંખવાવ ગામ તરફ જવાનો જાહેર સરકારી માર્ગ હતો. આ જાહેર રસ્તા ઉપર લગ્ન પ્રસંગમાં રાત્રે 11.00 વાગ્યાના સમયે કેટલાક ઈસમો નાચી રહ્યા હતાં. જેથી સ્ફીટ કાર ચાલક યુવક વિશાલભાઈ એ રસ્તા ઉપર નાચી રહેલા ઈસમોને જાહેર રસ્તા ઉપરથી ખસી જવાનું કહી સાઈડ માંગતા પ્રવીણ જેસિંગવસાવા, પ્રકાશ જેસિંગવસાવા, અશ્વિન જશવંત વસાવા ઉશ્કેરાઈ જઈ કાર ચાલક યુવકને માર માર્યો હતો. જેમાં ઢીકમુક્કી અને લાકડીના સપાટાથી માર માર્યો હતો. આ ઘટનામાંદિવ્યેશ અર્જુન વસાવાને ઈજા થઈ હતી. ત્યારબાદ કાર ચાલકે મિત્રો પોતાની સ્વીફ્ટ ગાડી હંકારી મુકી હતી. છતાં ઉશ્કેરાયેલાએ મારૂતિ વાન લઈ કારનો પીછો કર્યો હતો. કારની ઓવરટેક કરી રસ્તા વચ્ચે મરૂતિ વાન મુકી દીધી હીત ત્યારબાદ આ ઈસમોએ કાર ઉપર લાકડાના સપાટા મારી કારને નુકસાન કર્યુ હતું. તેમજ સુરક્ષીત અર્જુન વસાવાને હાથમાં સપાટો મારી ફ્રેક્ચર કરી નાંખ્યું હતું. તેમ પ્રતિક સહિત ચારે મિત્રનો માર મારી ઈજા પહોંચાડી હતી. આ હુમલો કાલીસાદ મુળજી વસાવા, વિજય રમસિંગ વસાવા, ડેનિલ (જિતેન્દ્ર નટવર) વસાવા (રહે.વાડી) ઈજાગ્રસ્ત યુવાકોને ઉંમરપાડા સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડાયા હતાં. જ્યાંથી વધુ સારવાર માટે કોસંબા ખસેડાયા છે. બનાવ અંગે પાંચ ઈસમો વિરુદ્ધ મહેશભાઈ સામસિંગ વસાવાએ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો