તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપીપળાના હરસિદ્ધિ માતાના મંદિરે મેળાનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે રવિવારે આસો સુદ પડવાથી માતાજીની ઉપાસનાના પર્વ નવરાત્રીના પ્રારંભ સાથે રાજપીપળા માં બિરાજમાન હરસિધ્ધિ માતાજી ના મંદિરે ભાતીગળ મેળાનો પ્રારંભ થશે. આ નવરાત્રીમાં માંશક્તિની આરાધનાનો અનોખો મહિમા છે. ત્યારે નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાં સ્થિત પૌરાણિક એવા હરસિધ્ધિ માતાના મંદિરે ભક્તો મોટી સંખ્યા ઉમટી દર્શનનો લાભ લેતા હોય છે. 423 વર્ષ પૌરાણિક આ મંદિર મહારાજના કુળદેવી તરીકે ઓળખાય છે.

એક લોકવાયકા પ્રમાણે જે તે સમયના રાજવી વેરીસાલજી મહારાજ સાથે માં હરસિધ્ધિ ઉજ્જૈનથી રાજપીપળા આવ્યા હતા. 423 વર્ષ પહેલાં મહારાજાએ આ મંદિર બનાવ્યું હતું. ત્યારથી અહીંયા આ લોકમેળો ભરાય છે. મહાજરા દ્વારા માતાજીને સોના હીરા જડિત એક કરોડનો હાર અને અન્ય આભૂષણોથી માતાજીને આ નવરાત્રીમાં શોળે શણગાર સજાવવામાં આવે છે. માતાજીના મંદિરે આ 10 દિવસ દરમ્યાન 5 લાખથી વધુ ભક્તો દર્શન કરવા ઉમટી પડે તેવી શક્યતાને લઈ તંત્ર સજ્જ બન્યું છે. નર્મદા પોલીસે પણ સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દીધી છે.

નવરાત્રી દરમ્યાન હરસિધ્ધિ માતાજીના મંદિરે રોજની 3 આરતી થશે. સવારે 10 કલાકે, સાંજે 7 કલાકે અને રાત્રે 12 કલાકે આરતી કરવામાં આવશે. આ નવરાત્રીમાં નોમના દિવસે માતાજીના મંદિરે હવન કરવામાં આવશે. જેમાં રાજા રઘુવીરસિંહ પૂજા અને આરતી કરશે. વૃદ્ધલોકો માતાજીના મંદિરે ભીડમાં રોજ નહીં આવી શકે તો ઘરબેઠા લાઈવ આરતીનો લાભ લઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

માતાજીના આભૂષણો એક વર્ષમાં એક જ વાર બહાર નીકળે છે. કરોડો રૂપિયાના સોના ચાંદી અને હીરા જડિત આભૂષણો પોલીસ સુરક્ષા વચ્ચે લોકર માંથી કાઢી હરસિધ્ધિ માતાજીએ લાવવામાં આવે છે. અને માતાજીને 10 દિવસ વિવિધ શણગાર કારમાં આવે છે. માતાજીના સિંહ,હાથી સહિતના ચાંદીના વાહનો પણ બદલાય છે.

અન્ય સમાચારો પણ છે...