તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારામાં 1 કરોડથી વધુના ખર્ચે સુવિધા સંપન્ન બાળ સ્મશાનગૃહ બનશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વ્યારા નગરના માનકામેશ્વર મંદિરની પાછળના ભાગે બાળ દફનવિધિ માટે ઉપયોગ કરાય છે. આ સ્થળે રસ્તા, લાઈટ, પાણી સાફસફાઈનો અભાવ હોવાથી રાત્રી દરમિયાન મુશ્કેલી વધી રહી છે. જાગૃત હિન્દુ સંગઠનો અને નાગરિકો દ્વારા વ્યારા પાલિકા સહિત ઉચ્ચ કક્ષાએ અવારનવાર રજુઆત કરવામાં આવી હતી. જે બાબતે વ્યારા પાલિકા એ ગંભીરતા દાખવતા કારોબારીમાં બાળ સ્મશાન ગૃહમાં વિવિધ સુવિધા વધારવા માટે કામોનું આયોજન કરી 1 થી વધુ કરોડની ગ્રાંટથી મંજુર કરી દેવાયું હતું. અંદાજિત 12 મહિનાના સમય દરમિયાન નગરજનોને બાળ સ્મશાનની સુવિધા મળશે.

વ્યારા નગરના કાનપુરા વ્યારા તાપીના બ્લોક નંબર- 382-વાળી જગ્યામાં (મનકામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ભાગમાં) સરકારી પડતર જગ્યામાં છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર હિન્દુ સમાજમાં જે બાળ મરણ થાય છે તે તમામની દફનવિધી ઉપરોક્ત જગ્યામાં કરવામાં આવી રહી છે. જે જગ્યા ઘણા વર્ષથી ઉપયોગી બની રહી છે. જે જગ્યામાં કોઈપણ પ્રકારની સુવિધા નથી. દિવસે પણ સાફસફાઈના અભાવે મુશ્કેલી પડે છે. ઘણીવાર દફનવિધી રાત્રિના સમયે પણ કરવામાં આવતી હોય તે સમય દરમિયાન લાઈટની તેમજ જગ્યામાં ઝાડી જંગલ જેવુ હોય. જેથી જઈ શકાય તેમ ન હોય ત્યાં અવરજ જવર માટે રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ સ્થળે પાણીની વ્યવસ્થા પણ નથી. જેથી દફનવિધિમાં આવતા લોકોને વ્યાપક મુશ્કેલી નો સામનો કરવો પડે છે. જેના પગલે વ્યારા નગરના વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળના કાર્યકર્તા દ્વારા વ્યારા પાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલ, વ્યારાપાલિકા પ્રમુખ મેહરનોજભાઈ જોખી અને કારોબારી ચેરમેન રાકેશભાઈ શાહને રજુઆત કરી તાકીદે બાળ સ્મશાન ગૃહમાં જરૂરી સુવિધા માંગ કરી હતી. જેના પગલે વ્યારા પાલિકાની કારોબારીમા અધ્યક્ષ રાકેશ કાચવાલા દ્વારા 1 કરોડના ખર્ચે 6થી વધુ સુવિધા માટે આયોજન કરાયું હતું સાથે. વ્યારા ખાતે વર્ષોથી પડતી મુશ્કેલીઓ દૂર થશે.

1 વર્ષમાં બાળ સ્માશાનના અભાવે પડતી હાલાકી દુર થઇ જશે

વ્યારાના બાળ સ્મશાન ગૃહમાં લાયબ્રેરી,રીટર્નીંગ વોલ,10 લાખ તેમજ ઓફિસ, સીટિંગ એરિયા, શેડ, પાણીની પરબ અંદાજિત 11 લાખ તેમજ સ્મશાનમાં ડામર રોડ અંદાજિત 13.50 લાખ, તેમજ કમ્પાઉન્ડ વૉલ અંદાજિત 45 લાખ, અને સીસીરોડ અને પેવર બ્લોક અંદાજિત 25 લાખના ખર્ચે તમામ સુવિધા ઉભી કરાશે. ઉપરાંત 5 લાખના ખર્ચે વરસાદી પાણીની પાઇપ લાઈન નાખવામાં આવશે.

પાણીની પરબ, લાઇબ્રેરી, સીટિંગ એરિયા અને પેવર બ્લોકની સાથે સાથે બાળ સ્મશાનભૂમિ જતો માર્ગ પણ આરસીસીનો બનાવવામાં આવશે

ટેન્ડર મંજૂરી માટે મોકલાયું

તાજેતરમાં વ્યાર નગર પાલિકા ખાતે યોજાયેલી કારોબારી મિટિંગમાં બાળસ્મશાન ગૃહ બાબતે 1 કરોડના ખર્ચે વિવિધ કામોના આયોજન કરી મંજુર કરાય છે. જે પેકી ટેન્ડર ટી.પી માં મંજૂરી માટે મોકલી અપાય છે. અને હિન્દૂ બાળ સ્મશાન ગૃહ નામ માટે ઠરાવ કરાયું હતુ.> રાકેશભાઈ કાચવાલા, કારોબારી ચેરમેન વ્યારા પાલિકા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો