તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેત્રંગમાં પ્રથમ વખત મતદાન કરવા જઇ રહેલા યુવાઓમાં અનેરો ઉત્સાહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ લોકસભા બેઠકની 23મીએ યોજાનારી ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવા જઇ રહેલા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. નેત્રંગ તાલુકામાંથી 100 ટકા મતદાન થાય તે માટે સહી ઝૂંબેશ અને બાઇક રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.

નેત્રંગ વિનિયન અને વાણિજ્ય કોલેજ ખાતે નેત્રંગ મામલતદાર કચેરી,સ્વીપ નોડલ અધિકારી, ઈલેક્શન કમીશન અને ભરૂચ એક્ટીવ જર્નાલીસ્ટ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે સહી ઝુંબેશ અને બાઇક રેલી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વોટ આપવો આપણો અધિકાર છે અને ફરજ પણ છે એવી સમજણ મામલતદાર બી.કે. તડવીએ આપી હતી. નેત્રંગ વિનીયન અને વાણિજ્‍ય કોલેજના આશરે ૫૦૦ ઉપરાંત યુવા મતદારો કે જેઓ પ્રથમવાર મતદાન કરવા જઇ રહ્‍યા છે તેમણે સહી કરી મતદાનનો સંકલ્પ વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી એમ.બી.વસાવા, કોલેજના આચાર્ય જી.આર.પરમાર, ઉપાચાર્ય જે.સી.ઠાકોર, એમ.એમ.ભક્‍ત સ્‍કુલના આચાર્ય પી.વી.ગોહિલ સહિતના આમંત્રિતો હાજર રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...