તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાનમાં લઇ જતાં 460 મરઘા સાથે ચાલક પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપરાડા પોલીસે બાતમીના આધારે એક પિકઅપ વાનમાં ગેરકાયદે લઇ જવાતા 460 મરઘા સાથે ચાલકની ધરપકડ કરી બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.

કપરાડા પોલીસ મથકના એએસઆઇ રમણ બાબરભાઇને શુક્રવારે બાતમી મળી હતી કે, પિક અપ વાન નં.જીજે-15-વાયવાય-1208માં ગેરકાયદે રીતે મરઘાઓને ભરી સુથારપાડા તરફ લઇ જવાઇ રહ્યો છે. જેથી કપરાડા આરટીઓ ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવતા બાતમી વાળી વાનને અટકાવી ચકાસણી કરતા પાછળના ભાગે લોખંડના પિંજરામાં મરઘાઓ જોવા મળ્યા હતા. આ મરઘા ક્યાંથી ક્યાં લઇ જવાનું પુછતા ચાલકે જણાવ્યું હતું કે, કલવાડા ચોકડી પાસે રહેતા નિલેશના ફાર્મ હાઉસમાંથી આ મરઘાઓને ભરી સુથારપાડા ગામે રહેતા ખાલીફ નાસીર શેખને આપવાના હતા. જેથી પોલીસે ચાલક આસીફ નાસીર શેખ રહે.કપરાડા બેંક ઓફ બરોડાની પાછળની ધરપકડ કરી આરોપી ખાલીફ અને નિલેશને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...