તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદવાડા ફાટક નજીક મહિલાના પગ પર ટ્રક ચઢાવી, ચાલક ફરાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉદવાડા ફાટક નજીક રોડ ક્રોસ કરતી મહિલાના બંને પગ પર એક ટ્રક ચાલકે ટ્રક ચઢાવી મુક્તા લોહીલુહાણ થઈ ગઈ હતી. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક છોડી ભાગી છૂટયો હતો અને ગંભીર રીતે ઘાયલ મહિલાને 108 મારફતે પારડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ઉદવાડા ઓરવાડ મહાદેવ નગર ખાતે રહેતી ચંપાબેન ભીખુભાઈ હળપતિ ગત શનિવારના રોજ દમણ નોકરી ઉપરથી સાંજે પરત ફરી હતી અને ઉદવાડા બજારમાં શાકભાજી લેવા ગઈ હતી એ દરમિયાન ઉદવાડા ઓરવાડ ફાટક નજીક આભૂસણ જ્વેલર્સ નામની દુકાન સામે રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે ટ્રક નં જી જે 15એટી 4555ના ચાલકે ટ્રકને પૂર ઝડપે ગફલત રીતે હંકારી લાવી ચંપાબેનને અડફેટમાં લઇ તેમના બંને પગ પર ટ્રક ચઢાવી મૂકી હતી જેમાં ચંપાબેનને ગંભીર ઇજા પહોચતા ત્યાંજ લોહીલુહાણ થઈ ગયા હતા. આકસ્માત કર્યા બાદ તરત જ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો અને એકત્ર થયેલા લોકોએ 108 એમ્બુલન્સને તેડાવી મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે પારડી કુરેશી હોસ્પિટલમાં દાખલ કરી હતી આ અંગે ચંપાબેનના દીકરાએ પારડી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો