તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નલધરી ગામે નાળાની ધીમી કામગીરીથી વાહનચાલકો પરેશાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયા અંકલેશ્વર રાજ્યધોરીમાર્ગ પર નલધરી ગામના પાટીયા નજીક આવેલ ખાડીના પુલ પર કામગીરી માટે એક મહિનાથી એક સાઇડની લેન બંધ કરી દેવામાં આવી હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં છે. આ ઉપરાંત આડાશથી વાહનો નજીકના ખાડામાં પડવાના બનાવો બની રહયાં છે.

નલધરી ગામ પાસેના પુલ પર એકબાજુના રસ્તે સ્લેબ તૂટી જતા મોટું બોગદુ પડી ગયું છે.આ બોગદાનું રીપેરીંગ શરૂ કરેલ જેને એક મહિનો થયો તો હવે બીજું ખોદી રીપેરીંગ કરતા એક બાજુનો રસ્તો એક મહિનાથી બંધ કરી દીધેલ છે.જેને કારણે સામે છેડે બન્ને બાજુ અગાવ પડેલા ખાડાઓ મોટા થઈ ગયા છે.જેમાં વાહનો ધડાધડ તેમાં ખાબકે છે જેથી કોઈ મોટી દુર્ઘટના થવાના એંધાણ છે. એક મહિના પહેલા એક ગાબડું નલધરી ગામના નાળા પર ધીમે ધીમે મોટું બની ગયું હતું. માર્ગ અને મકાન વિભાગની કચેરીએ એક સાઈડ બેરલ મૂકી બંધ કર્યો હતો.જેના કારણે સામે છેડે નાના નાના બે ગાબડા વાહનો ચાલતા ...અનુસંધાન પાના નં.2

મોટા ભયજનક બની ગયા છે.રાત્રે તો આ ખાડામાં અવશ્ય દરેક વાહન તેમાં ખાબકે છે ઘણી વખત પાછળ બેસેલ વ્યક્તિ ઉછળી પડે છે.બાઈકનું સ્ટેરિંગ ઘુમી જાય તો પડે પણ છે અને ફોરવીલ પણ તેમાં પડવાથી નુકશાન ભોગવી રહયા છે. વહેલી તકે સામેનો રસ્તો ચાલુ નહિ કરે તો ક્યારેક મોટી દુર્ઘટના થાશે ત્યારે નિર્દોષોનો ભોગ લેવાશે ત્યારે તેનું જવાબદાર કોણ લેશે તેમ વાહન ચાલકો પૂછી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...