તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

108 એમ્બ્યુલન્સના ચાલકે અગમ્ય કારણસર ફાસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાના આહવાના યુવાને કોઈ અગમ્ય કારણસર નાયલોનની દોરી વડે ફાસો ખાધો હતો. ડાંગ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો જયેશભાઈ માધુભાઈ પટેલ (ઉ.વ. 38, હાલ રહે. પટેલપાડા, આહવા, મૂળ રહે. ભૂરભેંડી, તા. વઘઈ, જિ. ડાંગ) ગતરોજ રાત્રિના અરસામાં ઘરે એકલો હતો. રાત્રે ઘરમાં ટીવી ચાલુ રાખી અગમ્ય કારણોસર નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ અજય પટેલે પોલીસ મથકે જાણ કરતા આહવા પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...