તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયા પંથકમાં આવેલી શાળાઓમાં DPOએ ફાયર સેફ્ટીની ચકાસણી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડીયા તાલુકામાં આવેલી સરકારી તેમજ ખાનગી શાળાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આકસ્મિક ચકાસણી કરી હતી. જેમાં શાળા સલામતી, ફાયર સેફટી, આર.ટી.ઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા વિગેરે બાબતે ઝીણવટ ભરી તપાસ કરી જરૂરી સૂચનો આપવા સાથે બાળકોના શિક્ષણમાં કોઇ પણ પ્રકારની ...અનુસંધાન પાના નં.2

ખામી ન રહે તે માટે તાકીદ કર્યાં હતાં.

સુરતના ટ્યૂશન ક્લાસમાં આગ લાગવાની ઘટનામાં વિદ્યાર્થીઓના મોતના પગલે સરકારી તંત્ર હાલમાં સચેત બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓમાં ફાયર સેફટી થી લઇ વિવિધ પ્રાથમિક જરૂરિયાતના સાધનો શાળામાં રાખવા બાબતે ચકાસણીઓ થઇ રહી છે. આજ રોજ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ ઝઘડીયા તાલુકાની કેટલીક શાળાઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સરકારી તેમજ ખાનગી શાળાઓની મુલાકાત કરી હતી. ઝઘડિયાની બ્રાન્ચ શાળા, સરસ્વતી વિદ્યા મંદિર, રાજપારડીની કન્યા શાળા, પાણીની પ્રજ્ઞા શાળા, ડી.પી.શાહ વિદ્યા મંદિર વિગેરે શાળાઓમાં મુલાકાત કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓમાં શાળા સલામતી બાબતે, ફાયર સેફટી બાબતે, આર.ટી.ઈ હેઠળ પ્રવેશ બાબતે, ખાનગી શાળાઓમાં પગાર ધોરણ, શિક્ષકો અને વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી બાબતે, વિદ્યાર્થીઓના દફતરના વજન બાબતે ઝીણવટભરી તપાસ કરી શાળા સંચાલકોને જરૂરી સૂચનો કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...