Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વ્યારામાં દુકાન પર કબ્જો મેળવવા તબીબનો સમાન બહાર ફેંકી દેવાયો
વ્યારા નગરના કણઝા ફાટક પાસે ડોક્ટરના ક્લિનિકમાં ત્રણ જેટલા વ્યક્તિઓએ ભેગા થઈ રાત્રિના સમયે ક્લિનિક વાળી દુકાનનો કબજો મેળવવા દુકાનમાં ઘૂસી ગયા હતા, અને ફર્નિચર અને દવા સહિતનો સામાન બહાર ફેંકી દીધો હતો. જે અટકાવવા જતાં ડોક્ટરને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ડોક્ટર દ્વારા બે મહિલા અને એક પુરુષ મળી ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વ્યારા નગરમાં માલીવાડ પોસ્ટ ઓફિસ સામે ડો. હરીશભાઇ રમેશભાઈ પાટીલ રહે છે. જેમનું ધનવંતરી ક્લિનિક વ્યારા નગરના કણજા ફાટક પાસે આવેલું છે. ગુરુવારની રાત્રિ દરમિયાન ડોક્ટરના ધનવંતરી ક્લિનિકમાં ત્રણ વ્યક્તિઓ વિશાલ રામુભાઈ પટેલ, સોનલબેન વિશાલ ભાઈ પટેલ અને પારુલ રામુભાઈ પટેલ (તમામ રહે તાળકુવા વ્યારા) એકજૂથ થઈને ક્લિનિકમાં પ્રવેશ્યા હતા. ક્લિનિક વાળી દુકાનનો કબજો મેળવવા માટે તેની અંદરથી ફર્નિચર અને દવાનો સામાન કાઢીને બહાર ફેંકી દીધો હતો. જેનું 15000નું નુકશાન થયું હોવાનું જાણવા મળેલ છે. જે અંગે ડો.હરીશભાઈને જાણ થતા તેઓ ક્લિનિક પર પહોંચી ગયા હતા, અને વિશાલ પટેલ સામાન બહાર કાઢતા હતા જેન અટકાવવા જતા મારામારી કરી નાલાયક ગાળો આપી હતી. જયારે સોનલબહેન પટેલ અને પારુલબહેન પટેલે ડો.હરીશભાઈને નાલાયક ગાળો આપી જાન મારી નાખવાની ધમકી આપી હતી. જેના પગલે ડો. હરીશભાઈ પાટીલે વ્યારા પોલીસ મથકે ત્રણેય વ્યક્તિઓ વિરુદ્ધ ક્લિનિકના સામાન કરી 15 હજારનો નુકશાન કરવાનો તેમજ ઢીકમુક્કી નો માર અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોાવની ફરિયાદ નોંધાવી છે.
તબીબને માર મારી દવાખાનામાં નુકસાન કરનારા 3 વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ
_photocaption_ક્લિનિકમાંથી બહાર ફેંકી દેવાયેલો સામાન.*photocaption*