તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડપુરમાં ગેરકાયદે ચાલતા ગોળના કોલા બંધ કરાવવાની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીના ખેડૂપુર ખાતે આવેલ જમીન બ્લોક નં 64નો માલિક નારણભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિએ લેખિતમાં ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે સદર જમીન આગળ રસ્તા ઉપર આવેલ ગોળ ફાર્મ અક્રમ મુલતાની તથા મહિડા મુલતાની નામની વ્યક્તિઓ ચલાવી રહ્યાં છે. જે ગોળનું કોલ ચોવીસ કલાક ચાલુ રહે છે. જેથી કામ કરતાં પરપ્રાંતીયો અવાર નવાર આવીને બોલાચાલી કરી ઝઘડો કરે છે. તથા ભઠ્ઠીમાંથી નીકળતો ધમાડો અને તેનો કચરો સદર જમીનમાં વાવેતર કરેલ શેરડીના ઊભા પાકને નુકસાન કરે છે. ધૂમાડા અને કચરાથી ખેતી કામ કરતાં મજૂરોને આંખમાં બળતરા તથા ચામડીના રોગો વારંવાર થતાં આવેલ છે. ગોલના કોલાવાળાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. ઝઘડો કરી પોતાની ઓળખાણ ઉપર સુધી હોવાનું જણાવી બેરોકટોક ગોળના કોલા ચલાવી રહ્યા છે. જેથી અમોને મોટું નુકસાન થઈ રહ્યું છે. જેથી તાકીદે ગેરકાયદે કોલા બંધ કરાવવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...