તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખારેલ પંથકના હાટબજારો 29મી માર્ચ સુધી બંધ રખાયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખારેલ | કોરોના વાયરસના સંક્રમણને રોકવા વિવિધ પ્રકારના પગલા લેવાય રહ્યા છે. આ પગલાના ભાગરૂપે ખારેલ પંથકમાં ભરાતા હાટબજારો 29મી માર્ચ સુધી બંધ રહેનાર હોવાનું જાણવા મળ્યું છે. ખારેલ વિસ્તારમાં સોમવારે ધનોરી, બુધવારે ગણદેવા અને શુક્રવારે ખારેલ હોસ્પિટલની બાજુમાં ખાપરીયા ગ્રામપંચાયતની હદમાં હાટ બજાર ખાપરીયાના સરપંચ કમલેશભાઈ ધનગરના જણાવ્યા મુજબ 29મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ વિસ્તારનો સૌથી મોટો હાટ બજાર છે, જેમાં 1500થી 2000 જેટલા માણસો એકત્ર થાય છે. ધનોરીના સરપંચ મુકેશભાઈ અને ગણદેવાના સરપંચ સતિશભાઈ કટારીયાએ પણ હાટ બજાર બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે તો હાટ બજારમાં આવતા વેપારીઓ અને ગ્રાહકોને નોંધ લેવા અનુરોધ કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...