તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં નદીમાંથી મળેલ સડેલી લાશની ઓળખ પેન્ટ પરથી થઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલઘરથી દમણ ફરવા આવેલા 4 મિત્રો પરત ફરતી વખતે વાપી ઝંડાચોક ખાતે ઉતર્યા હતા. જ્યાંથી એક મિત્ર અચાનક ગાયબ થઇ જતા તેની શોધખોળ હાથ ધર્યા બાદ કોઇ જગ્યાએ પત્તો ન લાગતા ટાઉન પોલીસ મથકમાં ગુમની ફરિયાદ નોંધાવાઇ હતી. જ્યારે થોડા દિવસ બાદ દમણગંગા નદી કિનારેથી સડેલી હાલતમાં એક લાશ મળી આવતા તપાસમાં જીન્સ પેન્ટ થકી તે ગુમ નેપાળી યુવકની જ લાશ હોવાનું બહાર આવ્યું હતું.

મહારાષ્ટ્રના પાલઘર ખાતે તારાપુર બોઇસર વિસ્તારમાં રહેતા ચાર નેપાળી મિત્રો 27 ઓક્ટોબરના રોજ સંઘપ્રદેશ દમણ ખાતે ફરવા આવ્યા હતા. જ્યાંથી સાંજના સમયે પરત ટેક્સીથી વાપી ઝંડાચોક ખાતે ઉતર્યા હતા. ટેક્સીથીમાંથી ઉતર્યા બાદ ચાર પૈકી એક અશોક માનબહાદુર થાની ઉ.વ.19 ઝંડાચોકથી અચાનક ગાયબ થઇ જતા અન્ય ત્રણ મિત્રોએ તેની શોધખોળ હાથ ધરી કોઇ જગ્યાએ પત્તો ન લાગતા આ અંગે તેના પિતા માનબહાદુરને જાણ કરી હતી. જેથી વાપી ટાઉન પોલીસ મથકમાં ગુમની ફરિયાદ નોંધતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

બુધવારે રાત્રે ટાઉન પોલીસને ચંડોર ગામથી એક સ્થાનિકે કોલ કરી જણાવ્યું હતું કે, દમણગંગા નદી કિનારે એક લાશ સડી ગયેલી હાલતમાં પડી છે. સ્થળ ઉપર પહોંચતા કોઇ યુવકની લાશ જોવા મળી હતી અને શરીરે ફક્ત હાડપિંજર જોવા મળ્યા હતા. જેથી લાશને તાત્કાલિક સુરત ખાતે પીએમ માટે મોકલી દેવાયા હતા. તેમજ ગુમ નેપાળી યુવકના વાલીવારસને પાલઘરથી બોલાવી લાશની ઓળખ કરાવતા મૃતકે પહેરેલા જીન્સ પેન્ટથી તેની ઓળખ ગુમ થયેલા અશોક થાની તરીકે થઇ હતી. પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધી અશોકની હત્યા થઇ છે કે કેમ તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...