તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તરકાણી જંગલમાંથી મળેલી મૃત મહિલા ધનોરીના ગણદેવી ગામની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના તરકાણી ગામે જંગલમાંથી મળેલ ડી કમ્પોઝ લાશ ગણદેવીના ધનોરી ગામની અસ્થિર મગજની મહિલાની હોવાનુ બહાર આવ્યુ છે. મહિલા છેલ્લા 20 દિવસથી ગુમ હતી.મહુવા પોલીસે મૃત મહિલાનો કબજો વાલી વારસાને સોંપ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના તરકાણી ગામે જંગલમાંથી વનવિભાગના અધિકારીઓને એક અજાણી મહિલાની ડી કમ્પોઝ લાશ મળી આવી હતી. મહિલાના મોત અંગે સ્થાનિકોએ અનેક શંકા કુશંકા વ્યક્ત કરી હતી જે ઘટના બાદ મહુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફોરેન્સિક પીએમ કરાવી તેમના વાલી વારસાની શોધખોળ આદરી હતી.પોલીસ તપાસ દરમ્યાન મૃત મહિલા ગણદેવી તાલુકાના ધનોરી ગામની છકુબેન સોમાભાઈ હળપતિ હોવાનુ બહાર આવ્યુ હતુ અને તે છેલ્લા 20 થી વધુ દિવસ થી ગુમ હતી.

અન્ય સમાચારો પણ છે...