તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરખર્ચના ટેન્શનમાં બે બાળકોના પિતાની ઔરંગામાં મોતની છલાંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ તાલુકામાં આવેલા ભૈરવી ગામેથી પસાર થતી ઔરંગા નદીના પુલ ઉપરથી ખેરગામના એક યુવકે છલાંગ લગાવી મોતને વ્હાલું કરતા આજે સવારથી ધરમપુર ફાયરબ્રિગેડના તરવૈયાઓ દ્વારા યુવકની નદીના પાણીમાં કલાકો સુધી શોધખોળ કર્યા બાદ તેની લાશ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

ખેરગામ ઝંડાચોક ઉપર ચાની લારી ચલાવતા ભીખુભાઈ પટેલના 45 વર્ષીય પુત્ર દિલીપભાઈ પટેલ છેલ્લા બે ત્રણ દિવસથી ઘર ખર્ચના પૈસાના ટેન્શનમાં રહેતો હતો. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્ર અને પુત્રી છે. પુત્ર આટીઆઇ અને પુત્રી ધો.9 માં અભ્યાસ કરે છે. તથા તેમના ભાઇ અને પિતા બાજુના જ મકાનમાં રહે છે. બુધવારે બપોરના સમયે બજારમાં જાઉં છું એમ કહી ઘરેથી નીકળી ગયા બાદ રાત્રિએ પરત આવ્યા ન હતા. તેઓ પરત ન આવતા તેમના પરિવારજનોએ આજુબાજુમાં તેમજ સગાસંબંધીને ત્યાં અને તેઓ જ્યાં નોકરી માટે જાય છે ત્યાં પણ કંપનીમાં તપાસ કરતા દિલીપભાઈ વિશે કોઈ જાણકારી મળી ન હતી. દરમિયાન તેમના મોટાભાઈ ઉત્તમભાઈ ભીખુભાઇ ગુરુવારે સવારે ધરમપુર તાલુકાના બરસોલ ગામે દિલીપભાઈના સાસરે તેના પુત્રને લેવા જઈ રહ્યા હતા, ત્યારે સવારે ધરમપુર રોડ ઉપર આવેલ ભૈરવી ગામે ઔરંગા નદીના પુલ ઉપર તેમણે પોતાના ભાઈ દિલીપની બાઇક અને તેના પગરખાં જોતા કઈક અજુગતું થયાનું જણાતા તેમણે તરત ખેરગામ પોલીસને જાણ કરી હતી, જેને પગલે પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. દિલીપ પટેલે પુલ ઉપરથી નદીમાં મોતની છલાંગ લગાવી હોવાની શંકા જતા ધરમપુર ફાયરબ્રિગેડ બોલાવી નદીના પાણીમાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટના બાબતની જાણ થતાં આજુબાજુના ગામોમાંથી લોકોના ટોળેટોળા નદી કિનારે ઉમટી પડ્યા હતા. આ અંગે મૃતકના ભાઈએ પોલીસ મથકે જાહેરાત આપતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

ભૈરવી ગામે ઓરંગા નદીમાં શોધખોળ કરતા ફાયરકર્મીઓ તેમજ મૃતક દિલીપ પટેલની ફાઈલ તસવીર.

4-5 કલાકની શોધખોળ બાદ નદીમાંથી લાશ મળી
દિલીપભાઈની બાઈક ઔરંગા નદીના પુલ ઉપર મળી આવ્યા બાદ તેણે નદીમાં ઝંપલાવ્યું હોવાની શંકાના આધારે સવારે આઠેક વાગ્યાથી ફાયરબ્રિગેડની ટીમ નદીના પાણીમાં તેની શોધખોળ શરૂ કરી હતી. ચારેક કલાકની જહેમત બાદ આગળ નાંધઇના ગુપ્તેશ્વર મંદિરના ઓવારા પાસેથી તેની લાશ પાણીમાં સહેજ તરતી મળી આવી હતી. ખેરગામ ખાતે લાશનું પીએમ કરવાની તજવીજ કરવામાં આવી હતી.

પુલ પર બાઇક જોતા પોલીસને જાણ કરી
બજારમાં જાઉં છું કહીને ગયા બાદ દિલીપ રાત્રે ઘરે ન આવતા શોધખોળ કરી પરંતુ તે મળ્યો ન હતો. ગુરુવારે સવારે બરસોલમાં તેના સાસરે એના પુત્રને લેવા જઇ રહ્યો હતો ત્યારે ભૈરવી ઔરંગા નદીના પુલ ઉપર દિલીપની બાઇક દેખાઈ હતી. મેં તરત સરપંચને જાણ કરી ત્યારબાદ પોલીસ મથકે જાણ કરતા ફાયરબ્રિગેડ બોલાવી તેની શોધખોળ કરી હતી. , ઉત્તમ પટેલ, મૃતકના ભાઇ

અન્ય સમાચારો પણ છે...