દમણગંગા નદીમાં તણાયેલ વિદ્યાર્થીની લાશ 28 કલાકે મળી

Vapi News - the dead body of a student was found in damanganga river at 28 hours 080102

DivyaBhaskar News Network

Oct 13, 2019, 08:01 AM IST
વાપી ચણોદ ગામે વિનર્સ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના ત્રણ બાળકો સ્કૂલમાં લેટ હોવાથી ડુંગરા દમણગંગા નદીમાં ન્હાવા પડ્યા હતા. જ્યાં ત્રણેય પાણીની વહેણમાં તણાતા બેને ગ્રામજનોએ બચાવી લીધો હતો. તો એક તણાઇ જતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. તણાયેલા વિદ્યાર્થીની લાશ શનિવારે બપોરે વલવાડામાં નદી કિનારે દેખાતા આ અંગે પોલીસને જાણ કરાઇ હતી.

વાપી ચણોદ ગામે વિનર્સ સ્કૂલમાં ધોરણ 10ના ત્રણ વિદ્યાર્થી શુક્રવારે સવારે ઘરથી સ્કૂલ જવા નીકળ્યા હતા. શાળામાં લેટ પહોંચતા પ્રવેશ ન મળતા હોવાથી તેઓ ડુંગરા સ્થિત દમણગંગા નદીમાં ન્હાવા માટે જતા રહ્યા હતા. સૌભાગ્યનાથ, દિપાંશુ વરકે અને સત્યમ સરકાર આ ત્રણેય વિદ્યાર્થીઓ પાણીમાં કૂદકો મારતા જ પાણીના વહેણ જોરમાં હોવાથી ત્રણેયને તણાતા જોઇ ગ્રામજનોએ ત્રણેય પૈકી દિપાંશુ અને સત્યમને જેમતેમ પાણીમાંથી બહાર કાઢી બચાવ્યો હતો. તો સૌભાગ્યનાથને બચાવી ન શકતા તાત્કાલિક પોલીસ અને ફાયરને જાણ કરાઇ હતી. મોડી સાંજ સુધી ફાયરના જવાનોએ સૌભાગ્યની શોધખોળ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો. જોકે બીજા દિવસે શનિવારે તણાયેલા સૌભાગ્યની લાશ ભીલાડ નજીક વલવાડા ગામે દમણગંગા નદીના તટે દેખાતા ગ્રામજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ડુંગરા પોલીસે લાશનો કબજો પરિવારને સોંપી આગળની પ્રક્રિયા હાથ ધરી હતી.

મૃતક

વિનર્સ સ્કૂલમાં શિક્ષણ ખાતાની તપાસ

શુક્રવારે વિનર્સ સ્કૂલમાં લેટ પહોંચેલા 8થી વધુ બાળકોને ગેટ બહારથી જ પરત ઘરે મોકલી દેવાયા હતા. જે અંગે કોઇના વાલીઓને જાણ પણ કરાઇ ન હતી. તો તણાયેલા આ ત્રણેય વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા હતા કે નહી તેમજ સ્કૂલે તેમને પણ પરત ઘરે મોકલ્યા હતા કે નહી તે અંગે શિક્ષણ ખાતા શનિવારે સ્કૂલે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

X
Vapi News - the dead body of a student was found in damanganga river at 28 hours 080102

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી