તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગ જિલ્લા કક્ષાનો કલામહાકુંભ 21 અને 22મી જાન્યુઆરીએ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ કલા,સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ઉભી થાય અને પ્રતિભાઓ બહાર આવે તે માટે રાજ્ય સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતત્તિઓ વિભાગ,ગાંધીનગર તેમજ કમિશ્નર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલામહાકુંભ 2019-20નું આયોજન કરવામાં આવ્યું છે. 11મી જાન્યુઆરીથી 29મી ફેબ્રુઆરી દરમિયાન તાલુકા,જિલ્લા,પ્રદેશ તેમજ રાજ્યકક્ષાએ ચાર વયજૂથ વિભાગની કુલ-37 કૃતિઓની સ્પર્ધા કલામહાકુંભમાં યોજાશે.

આહવા,વઘઈ અને સુબીર તાલુકા કક્ષાની સ્પર્ધાઓ 17મીએ યોજાશે. આહવા તાલુકાની સ્પર્ધા ડાંગ સ્વરાજ આશ્રમ,આહવા ખાતે યોજાશે. જેના કન્વિનર આચાર્ય સ.મા.શાળા પ્રજેશભાઈ ટંડેલ, વઘઈ તાલુકાની સ્પર્ધાઓ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ (ડાયેટ) કન્વિનર બીઆરસી વઘઈ શૈલેષભાઈ માહલા અને સુબીર તાલુકાની સ્પર્ધા ઉ.બુ.આશ્રમશાળા,શિંગાણા ખાતે યોજાશે. જેના કન્વિનર આચાર્યશ્રી ઉ.બુ.આશ્રમશાળા,શિંગાણા હિતેશકુમાર એચ.જોષીનો સંપર્ક કરવા જણાવાયું છે. કલામહાકુંભમાં ભાગ લેવા માટે કન્વિનરો તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે 13મી જાન્યુઆરી સુધીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.રજીસ્ટ્રેશન થયેલ હશે તેઓ જ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. જિલ્લા કક્ષાનો કલામહાકુંભ 21 અને 22 જાન્યુઆરીએ ડાંગ સ્વરાજ આશ્રમ,ટીમ્બર હોલ આહવા ખાતે યોજાશે. જેના કન્વિનર ડી.બી.મોરે,સ.મા.શાળા,આહવા મો.94271 73391 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. સ્પર્ધાઓ સવારે 8.30 કલાકે શરૂ થશે. તમામ કૃતિમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર ગૃપ/કલાકારોએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો