ચીખલીની મોહનલાલ દેસાઇ કપમાં દમણ ટીમ સેમીફાઇનલમાં પહોંચી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં નવસારીના ચીખલી ખાતે મોહનલાલ દેસાઇ ક્રિકેટ કપ રમાઇ રહી છે. જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી છે. શુક્રવારે બારડોલીની ટીમને હરાવીને દમણ હોટલ રીવાન્ટા ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે.

ચીખલીના મોહનલાલ દેસાઇ ક્રિકેટ કપમાં દમણની ટીમે અગાઉ અેક ટીમને હરાવીને બીજા રાઉન્ડમાં શુક્રવારે કાફે બાસે સ્ટ્રાઇકર ટીમ સાથે મેદાનમાં ઉતરી હતી. દમણની ટીમે ટોસ જીતને પ્રથમ બેટિંગ કરતા 265 રન બનાવ્યા હતાં. જેમાં હેમાંગ પટેલે 73 રન, ઉમંગ ટંડેલે 71 રન અને ભગુ પટેલે 41 રન બનાવ્યા હતાં. બારડોલીએ બીજા દાવમાં માત્ર 167 રન બનાવી પેવેલીયન ભેગી થઇ હતી. બારડોલી સામે જીત થતાં હવે તેઅો સેમીફાઇનલ રમશે.

અન્ય સમાચારો પણ છે...