તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધી પાટીદાર જીન સાયન્સ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી | બારડોલી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત ધી પાટીદાર જીન સાયન્સ કોલેજની સાંસ્કૃતિક સમિતી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ 20મી ફેબ્રુઆરીને બુધવારના રોજ સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત હાલમાં પુરવામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી સાંસ્કૃતિક સમિતીના અધ્યક્ષ ડો. મનીષકુમાર આર. ટેલરે કાર્યક્રમને સફળતા માટે અપિલ કરી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બારડોલી કેળવણી મંડળના પ્રમુખ ભગુભાઈ પટેલ હતાં. અતિથી વિશેષ તરીકે મંડળના સહમંત્રી અરવિંદભાઈ પટેલ તથા મહેમાન તરીકે પી.આર.બી. આટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજના આચાર્ય ડો. વિનોદભાઈ પટેલ હાજર રહ્યા હતાં. કોલેજના આચાર્ય ભાવિનભાઈ નાયકે સ્વાગત પ્રવચન કર્યુ હતું.ભગુભાઈ પટેલે દેશ પ્રેમ તથા શહીદોને શ્રદ્ધાંજલી અનુરુપ વક્તવ્ય આપ્યું હતું. કોલેજની જીએસ અસ્મિતા મિશ્રાએ વિદ્યાર્થીઓ, પ્રધ્યાપકો તથા મહેમાનોને આવકારી કાર્યક્રમને તૈયરા કરવા બદલ આભાર માન્યો હતો. કાર્યક્રમમાં ગીતો, યુગલ ગીત, નૃત્ય સાથે અર્વાચીન ગરબો અને ક્લાસીક તબલાવાદન વગેરે મળી કુલ 36 કૃતિઓ વિદ્યાર્થીઓ કલાકારોએ રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો