SoU પાસે લક્ષ્મણ કુંડમાંથી મગરો સનબાથ માટે બહાર નિકળી આવ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરદાર સરોવર અને કરજણ ડેમની કેનાલોના કારણે મગરોની પુષ્કળ વસ્તી છે. જેમાં ખાસ કરીને સરદાર સરોવર, કેવડીયાના લક્ષ્મણધારા કુંડ, રાજપીપળાનો કરજણ ઓવારો ઉપરાંત ગોરા પુલ પાસે ત્યાંગી ઘાટ, રામપુરા, ગરૂડેશ્વર પુલ નીચે નર્મદા, રામપુરા, મકોળી ઘાટ, શહેરાવ ગામનો ઓવારો તથા ગભાણા ખાડી, કોઠી પુલ, ડેમસાઇટના ચાર તળાવો, ખડગડા ખાડી અને ધામધરામાં મગરોની વસ્તી છે. ગત વર્ષની મગરની વસ્તી ગણતરીના સત્તાવાર આંકડા મુજબ મગરોની કુલ સંખ્યા 370 જેટલી હતી. હાલ શિયાળામાં આ મગરો ખોરાકની શોધમાં અને શરીરનું ઉષ્ણતાપમાન જાળવવા માનવ વસ્તી સુધી આવી જતા હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નર્મદાની રેસ્ક્યુ ટીમોએ અત્યાર સુધીમાં 100થી વધુ મગરો પકડ્યા છે. સરદાર સરોવરમાં છોડ્યાં છે. બીજા જિલ્લામાંથી, બહારથી રેસ્ક્યુ કરીને પકડાયેલા મગરને પણ સરદાર સરોવરમાં છોડી મુકવાથી મગરોની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહે છે. જેથી વન વિભાગ દ્વારા મગર રેસ્ક્યુ સેન્ટર કે મગર પોઇન્ટ બનાવવામાં આવે લોકો દ્વારા માંગ ઉઠી છે.

મગરો ઠંડીમાં શરીરનું તાપમાન જાળવવા તડકામાં નીકળે છે

અન્ય સમાચારો પણ છે...