તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નમાં ઝઘડો કરતાં યુવકને ઠપકો આપનારા દંપતી પર લાકડી અને હોકીથી હુમલો કરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લગ્ન પ્રસંગમાં ચારેક યુવાનો મંડપમાં બોલાચાલી કરતાં હતાં. જેથી દંપતિએ ચારેય યુવાનને તમે લગ્નમાં આવ્યો છો કે ઝઘડો કરવા આવ્યા છો. તેમ જણાવતાં જ ચારે ઉશ્કેરાઈ ગયા હતાં. રાત્રિ દરમિયાન મોટરસાઈકલ પર ઘરે પરત ફરતાં દંપતિને અટકાવી હોકી અને લાકડાના સપાટા મારી ઈજા પહોંચાડી ભાગી ગયા હતા. આ હુમલાની ઘટનામાં દંપતિનું પાકીટ અન સોનાની બટ્ટી ગાયબ હોવાનું જાણવા મળેલ છે. ઉંમરપાડાના વાડી ગામે આ ઘટના બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ ઉંમરપાડા તાલુકાના નાસારપોર ગામે વાંકી ફળિયામાં રહેતા ગોવિંદભાઈ ગંભીરભાઈ વસાવા ઘણા સમયથી સુતના સહારા દરવાજા પર અનાજ દળવાની ઘંટી પર કામ કરી પત્ની કંકુબહેન વસાવા સાથે રહે છે. ઉંમરપાડાના વાડી ગામે રહેતી જાણેજ અસ્મીતાબહેનના લગ્ન પ્રસંગ હોવાથી શનિવારે સુરતતી મોટરસાઈકલ નં (GJ-19AL-8272) લગ્નમાં આવ્યા હતાં. બપોરના સમયે લગ્ન મંડપમાં વાડી ગામના ગજેન્દ્રભાઈ વસાવા અને કરમસિંગ વસાવા તેમજ અન્ય બે યુવાનો અંદરો અંદર બોલાચાલી કરતાં હતાં. જેથી ગોવિંદભાઈ અને પત્ની કંકુબહેન વસાવાએ યુવાનોને લગ્નમાં આવ્યા છો કે ઝઘડા કરવા આવ્યો છે. તેમ જણાવતાં ચારે યુવાનો ઉશ્કેરાઈ ગયા હતાં. જણાવેલ કે તુ મંડપમાં દાદાગીરી કરે છે. તમે આજ રસ્તા પરથી જવાના છો કહી છુટા પડી ગયા હતાં. રાત્રે દંપતિ વાડી ગામે લગ્ન પ્રસંગમાંથી પરત નસારપોર ગામે જવા નીકળ્યા હતાં. વાડી ગામના ચાર રસ્તા પર રાત્રે 12.30 વાગ્યે ગજેન્દ્રભાઈ વસાવા અને કરમસિગં વસાવા તેમજ અન્ય બે યુવાનો હોકી અને જગંલી ઝાડના લાકડા લઈ વચ્ચે ઊભા ...અનુસંધાન પાના નં. 3

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો