તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાળો બોલવા ના પાડતાં દંપતિએ મહિલાને માર માર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂન કોસંબામાં રહેતા દંપતિ પોતાની બહેન સાથે ભરૂચ ગયું હતુ. ત્યાંથી બહેન સાથે આવ્યા બાદ એપા.ના ઉપલા માળે રહેતા દંપતિ પૈકી મહિલાના ચશ્મા નીચે પડી ગયા હોય, જે બાબતે મહિલા ગાળો બોલતી હતી.ગાળો બાલવાનીના પાડતાં હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચાડી હતી.

જૂના કોસંબા મરિયમબાઈ હોસ્પિટલ સામે સેવનસીઝ એપાર્ટમેન્ટમાં રહેતા આરીફભાઈ મન્સુરી બહેન શહેનાઝબહેન તેમના પતિ અને પત્ની સાથે ભરૂચ ગયા હતાં, જ્યાંથી કોસંબા પરત ફર્યા ત્યારે બીજામાળે રહેતા નઝમા માસ્ટર ગાળો બોલી નીચે આવતાં હતાં. શહેનાઝ બહેને પુછતા નઝમાબહેને જણાવ્યું કે કોઈએ ચશ્મા નીચે ફેંકી દીધા. જેથી શહેનાઝ બહેને નઝમાબહેનને આવી ગાળો ન બોલાય જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા નઝમાબહેને તુ શાહુકાર છે કહી શહેનાઝ બહેનને ગાળો આપી અને સાયકલ ઉંચકી મારવાની કોશિશ કરી હતી. દરમિયાન નઝમાબહેનના પતિ ઉશ્માન માસ્ટર આવી તેમણે પણ શહેનાઝબહેને મારવાનું ચાલુ કર્યુ હતું. દરમિયાન નઝમાબહેને ડબ્બો શહેનાઝ બહેનને મારતાં લોહી નીકળ્યું હતું. દરમિયાન લોકો વચ્ચે પડતાં શહેનાઝબહેનને બચાવ્યા હતાં. શહેનાઝબહેનને હોસ્પિટલ લઇ જતાં માથામાં 10 ટાંકા આવ્યા હતાં. ઉશ્માન અને નઝમા માસ્ટર વિરુદ્ધ કોસંબા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

ચશ્મા પડી જતાં ગમે તેમ બોલવા ના પાડી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો