Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાનહમાં ફરજિયાત શિક્ષણનો અધિનિયમ લાગુ
સેલવાસ| દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનયમ આરટીઇ એક્ટ 2009ની કલમ 126 (સી)હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમા 25% મુજબ વિનામુલ્યે ધોરણ-1મા નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમા છે.ઉપરોક્ત અધિનિયમ અનુસાર શૈક્ષણિક વર્ષ 2020-21મા પ્રદેશની તમામ માન્યતા પ્રાપ્ત બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમા 25% સીટો પર વિનામૂલ્યે ધોરણ-1મા પ્રવેશ આપવાનો ફરજીયાત રહેશે,આ સંદર્ભે પ્રવેશ ઇચ્છુક વાલીઓએ શાળાનો સંપર્ક કરવો, જો કોઈ શાળા આ અધિનિયમ અનુસાર પ્રવેશ આપવા મનાઈ કરે તો એ અંગેની જાણ શિક્ષણ નિયામકની કચેરીએ કરી શકાશે. તમામ ખાનગી પ્રાથમિક શાળાઓને આ પ્રવેશ માટે ઉપરોક્ત સંદર્ભ એક્ટ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે,જો કોઈપણ શાળા આ અધિનિયમ અનુસાર 25% પ્રવેશની પ્રક્રિયા હાથ ન ધરશે તો એ શાળા પર આરટીઇ એક્ટ 2009નો ઉલ્લંઘનના ધારાધોરણ નિયમાનુસાર કાર્યવાહી કરાશે.