આકાશમાં વાદળો, ખેડૂતો ચિંતાથી ઘેરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી, ખેરગામ સહિત તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટા સાથે વાદળછાયુ થઈ ગયું હતું. બીજી બાજુ ખેતીપાકને નુકસાનની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ચિંતાની લહેર ફેલાઈ છે.

ઠંડીનો ચમકારો ઓછો થતા જ હવામાનમાં ધીમી ગતિએ ફેરફાર થતાં વાતાવરણ વાદળીયું બની ગયું હતું. ગતરોજ સવારથી જ વાદળછાયા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. નવસારી જિલ્લાના વિસ્તારોમાં આવેલી આંબાવાડીમાં પણ આ વાતાવરણના પલટાની અસર જોવા મળી હતી. જેને લઇ આમ્રમંજરી બેસવાને ટાણે જ કેરીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વર્તાતા ચિંતામાં મુકાઈ ગયા હતા. શાકભાજી પકવતા ખેડૂતો માટે પણ આ વાતાવરણ વાઇરસને લગતા રોગોનું સંક્રમણ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે ત્યારે ખેડૂતોની સ્થિતિ કપરી બની જવા પામી છે. વાદળછાયા વાતાવરણથી ખાસ કરીને ખેતીપાકોને વધુ અસર થઇ હોવાની સંભાવના ઊભી થઇ છે. જો સતત ઘણા દિવસો વાદળછાયું વાતાવરણ રહેશે તો તેની તીવ્ર અસરથી કેરીપાકને થવાની ભીતિ ખેડૂતો દર્શાવી રહ્યા છે. નવસારી જિલ્લાના તાલુકામાં આવેલી કેરીની વાડી ધરાવતા ખેડૂતોમાં વાદળછાયું વાતાવરણ વ્યાપક નુકસાન કરે તેવી ચિંતા રહી છે. ધરતીપુત્રો આ વાતાવરણમાં આવેલા પલટાથી કેરીના પાકને નુકસાન નહીં થાય એ માટે દવાનો છંટકાવ કરવામા જોતરાયેલા જોવા મળે છે.

નવસારી જિલ્લામાં આંબાવાડી અને શાકભાજી પાકને નુકસાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત

ખેડૂતોની પડતા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે

વરસાદની મોસમમાં ખેતીપાકોમાં થયેલા નુકસાનથી ખેડૂતોએ આર્થિક ફટકો સામનો કરી જ ચુક્યા છે, ત્યારે નવસારી જિલ્લામાં ગુરુવારે વાતવરણમાં બદલાવ સાથે વાદળછાયું વાતાવરણ છવાતા આંબાવાડી તેમજ વેલાવાળા શાકભાજીમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ છે. ત્યારે જિલ્લાના ખેડૂતોની પડતા પર પાટુ જેવી દયનીય સ્થિતિ થઈ છે.
> જતીન પટેલ, ખેડૂત
અન્ય સમાચારો પણ છે...