ભટવાડા ગામના બાળકો ગાંધી આશ્રમની મુલાકાતે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | લોક પરબ - ભટવાડા સંચાલિત બાળ પરબના બાળકોએ તા. ૧૦/૦૫/૨૦૧૯ ના રોજ ગાંધી આશ્રમ - અમદાવાદની મુલાકાત લીધી હતી. જેમાં હ્રદયકુંજમાં લતાબેને ગાંધીબાપુ વિશેના પ્રેરક પ્રસંગો કહ્યા અને અંબર ચરખા પર બાળકોને કાંતતા શીખવ્યું હતું. અતુલભાઈ પંડ્યાએ બાળકોને બાળ મોહન સાથે બનેલ પ્રસંગો રજૂ કર્યા હતા. લાલજીભાઈ ઓરીગામી અને લોક પરબના સંચાલક જેતસીભાઈ ગ્રામશિલ્પીએ બાળકોની સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...