કારને ઉડાવી અજાણ્યું વાહન છૂ ધગડમાળના સરપંચ માંડ બચ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપરાડાના જોગવેલ માર્ગ પર અજાણ્યા વાહન ચાલકે ધગડમાળ ગામના સરપંચ શરદભાઈ ગાંગોડા ને કોઈ અજાણ્યા ચાલકે તેમની કારને ટક્કર મારતા ગાડી માર્ગ ઉપર થી રોડની નીચે ઉતરી ગઈ હતી મોટી ઘટના થતાં માંડ બચી ગયો હતો

જોગવેલ માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતમાં ગામ લોકોએ ભોગ બનનારને મદદ કરવા ને બદલે ભોગ બનનારનો જ મોબાઈલ હાથમાંથી છીનવી લીધો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે અકસ્માત સર્જી ભાંગેલા ચાલક ને પકડવાને બદલે ભોગ બનનાર ને કેટલાક લોકો ધમકાવી રહ્યા હતા જ્યારે અકસ્માતમાં સ્વીફ ગાડી ને ભારે નુકશાન થયું છે.આગળનું વહીલ પણ તૂટી ફૂટી ગયું હતું એટલો જોરદાર અકસ્માત સર્જાયો હતો અને ગાડી માર્ગ ઉપરથી નીચે ફેંકાઈ ગઈ હતી તેમ છતાં ચાલક સરપંચ શરદભાઈ ને કોઈ જાતની ઇજા પહોંચી ન હતી.

અન્ય સમાચારો પણ છે...