ઘુબીટામાં કાર પૂરઝડપે ઝાડમાં ઘૂસી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના આહવાથી સુબીર થઈને નવાપુર મહારાષ્ટ્રને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગના ઘુબીટા ગામ પાસે મરાઠી પરિવારની અલ્ટો કાર માર્ગની સાઈડમાં ઉતરી જઈ તોતિંગ વૃક્ષ સાથે ભટકાતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રવિવારે ડાંગ જિલ્લાના આહવા તરફથી મહારાષ્ટ્રના નંદુરબાર તરફ જઈ રહેલા મરાઠી પરિવારની અલ્ટો કાર (નં. એમએચ-39-ડી-1740) આહવાથી સુબીર થઈ મહારાષ્ટ્ર નવાપુરને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગના ઘુબીટા ગામ નજીક પૂરપાટ વેગે માર્ગની સાઈડમાં ઉતરી જઈ તોતિંગ વૃક્ષ સાથે ભટકાતા ઘટનાસ્થળે કારનો બોનેટના ભાગનો ખુરદો બોલી જવાની સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર રતિલાલ ભીમરાવ નિકુંબે (ઉ.વ. 47,), સુરેશ દત્તુ બેડશે (ઉ.વ. 37) તથા પ્રિયંકા રતિલાલ નિકુંબે (ઉ.વ. 22, તમામ રહે. નંદુરબાર, મહારાષ્ટ્ર)ને શરીરના ભાગે નાની મોટી ઈજા પહોંચતાં તેઓને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...