તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેનાલ બન્યાને માંડ દોઢ મહિનો થયો ત્યાં ભંગાણ પડ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બામણવેલ ગામે દોઢ મહિના અગાઉ નવનિર્માણ કરવામાં આવેલી પાકી સિંચાઇ કેનાલ પાણીનું રોટેશન આવતાની સાથે જ અનેક જગ્યાએ તુટી જવા સાથે જમીન બેસી જતા રોટેશનના પહેલા જ પાણીએ કેનાલ તુટી જતા સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

ચીખલી તાલુકાના બામણવેલ મોચી ફળિયા જતા સંજયભાઇ જોષીના ઘરના પાછળના ભાગેથી અને બામણવેલ ગામમાં જવાના મુખ્ય રસ્તાની બાજુમાંથી પસાર થતી સિંચાઇ કેનાલનું દોઢેક માસ અગાઉ જ નવનિર્માણ કરી પાકી કેનાલ બનાવવામાં આવી હતી અને જે કેનાલ બનાવવાના શરૂઆતથી જ ગુણવત્તા વિનાનું કામ કરતા જે તે સમયે સ્થાનિક ખેડૂતો દ્વારા કામ કરનાર એજન્સીના માણસોને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ ખેડૂતોને રજૂઆતને ધ્યાનમાં ન લઇ મનમાની રીતે જ કામ કરવામાં આવતા સિંચાઇ વિભાગ દ્વારા કેનાલના નવનિર્માણ બાદ પહેલું જ રોટેશનનું પાણી છોડવામાં આવતા મોચી ફળિયા વિસ્તારમાં અનેક જગ્યાએ કેનાલ બેસી જવા સાથે ભંગાણ પડતા આજુબાજુનાં વિસ્તારમાં કેનાલના પાણી ફરી વળવા પામતા સ્થાનિકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠવા પામી હતી.

આ કેનાલ દ્વારા સિંચાઇનું પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોનો ઊભો પાક સિંચાઇ વિના મુરઝાવા સાથે ઉત્પાદન પર અસર થવાના સંજોગ ઉભા થતાં ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયેલો જોવા મળે છે. એસ.એન. પટેલ-નાયબ કાર્યપાલક ઇજનેર અંબિકા ડિવિઝન ચીખલીના મોબાઇલ નંબર 9429782119 પર સંપર્ક કરી સિંચાઇની પાકી કેનાલ પહેલા જ રોટેશન દરમિયાન તુટી જવા પાછળનું કારણ જાણવા સંપર્ક કરતા તેમણે ફોન ઉઠાવ્યો ન હતો.

બામણવેલ ગામે નવનિર્માણ પામેલી સિંચાઇની કેનાલ પ્રથમ રોટેશન જ તુટી જતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાઇ જવા પામ્યો છે. તસવીર-પ્રશાંતસિંહ પરમાર

કેનાલ બનાવવાનું ગુણવત્તા વિનાનું કામ
જ્યારે કેનાલ પાકી બનાવવાનું કામ કરવામાં આવ્યું હતું. એ સમયે જ સિમેન્ટ યોગ્ય પ્રમાણમાં ન વાપરવામાં આવતા પાકા પોપડા ટૂંક સમયમાં જ ખરવા પડ્યા હતાં અને ગુણવત્તા વિનાની કેનાલનું નિર્માણ થતાં પહેલા પાણીએ જ નહેર તુરંત જવા પામી છે. સુનીલભાઇ પટેલ-માજી સરપંચ, બામણવેલ ગ્રામ પંચાયત

રજૂઆતો કરી પણ ધ્યાન ઉપર ન લેવાઈ
કેનાલનું જ્યારે પાકી બનાવવાનું કામ ચાલતું હતું એ વખતે જ સ્થાનિક ખેડૂતોએ કામમાં વેઠ ઉતારવા બાબતે મૌખિક રજૂઆત કરી હતી પરંતુ સિંચાઇ વિભાગ કે કામ કરનાર એજન્સીએ કોઇ ધ્યાન આપતા આજે આ દિવસો આપ્યા છે. કલ્પેશભાઇ લાડ-ખેડૂત ખાતેદાર- ડે. સરપંચ, બામણવેલ

ખેડૂતોને મુશ્કેલી વેઠવાના દિવસો
કેનાલ ઉપર જોતાં જ ખ્યાલ આવી જાય કે કેટલું કામ થયેલું છે અને આ કામ વખતે કોઇ અધિકારી પણ કામ જોવા આવ્યા હોય એવું જણાયું નથી. એટલે કામ કરનાર એજન્સીએ મનમાની રીતે જ કામ કરતા આજે ખેડૂતોએ લાંબા દિવસ બાદ પાણી આવ્યું અને પાછું બંધ થતાં ખેડૂતોએ મુશ્કેલી વેઠવાના દિવસો આવ્યા છે. અમૃતભાઇ, ખેડૂત ખાતેદાર, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો