એકતા મંચ દ્વારા તેજસ્વી તારલાઓ અને નવયુવકોને માર્ગદર્શન અપાયું

Vyara News - the bright stars and newcomers were guided by the ekta manch 080508

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:05 AM IST
વ્યારા | વ્યારાના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તાપી જિલ્લા દ્વારા સમસ્ત અનુસૂચિત જાતિ એકતા મંચ દ્વારા તેજસ્વી તારલાઓ અને નવયુવકોને માર્ગદર્શનનું આયોજન કરાયું હતું. સમારંભના પ્રમુખ ડો.મેરૂભાઇ વાઢેર, ઉદઘાટક પ્રો.જ્યંતિભાઈ આર પટેલ સહીત સમાજના વિવિધ આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, અને તેજસ્વી તારલાઓ અને નવયુવકોને ભવિષ્ય ઉજ્વળ બનાવા માટે માર્ગદર્શન અપાયું હતું. વ્યારા ખાતે ક્રાયક્રમની શરૂઆત કરતા હેમંતભાઈ તરસાડીયાએ મહેમાનું સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહેમાનો પુષ્પ અને શાલ આપી સન્માનિત કર્યા હતા. જે બાદ ધોરણ 10 અને ધોરણ 12 ના કુલ 18 તેજસ્વી તારલાઓને સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રેરક વક્તા પ્રકાશભાઈ પરમાર ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન પ્રસંગો અંગે માહિતી આપી હતી, અને પ્રેરક પ્રસંગ વાતો કરી હતી. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અજયભાઇ પટેલે માર્ગદર્શન અાપ્યું હતું.

X
Vyara News - the bright stars and newcomers were guided by the ekta manch 080508

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી