દેગામા ટીચકપુરાને જોડતો મીઢોંળા નદી પર પુલનું ખાતમુર્હૂત 13મીએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલોડ તાલુકાના 10 ગામોમાં વર્ષ 2018-19 અને 2019-20 ની યોજનાઓ અંતર્ગત વાલોડ તાલુકામાં થયેલા 456 લાખના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના હસ્તે કરવામાં આવશે.

વાલોડ તાલુકાના 10 ગામોમાં વિવિધ યોજનાઓ હેઠળ વર્ષ 2018-19, અને 2019-20 ના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના હસ્તે કરવામાં આવશે, જેમાં દેગામા ગામે મીંઢોળા નદી પર દેગામા ટીચકપુરાને જોડતો હાઈ લેવલ બ્રિજનું 219 લાખના કામનું ખાતમુહૂર્ત, શિકેર ગામે ટી.એસ.પી યોજના અંતર્ગત 10 લાખના કામો, મોરદેવી ખાતે મોરદેવીથી વડિયાને જોડતો માર્ગ 75.00 લાખ, અલગટ ખાતે અલગટથી મહુવાને જોડતો માર્ગ 25.00 લાખના કામોનું ખાતે મુહૂર્ત કરવામાં આવશે.

વાલોડ સ્મશાનમાં નાણાં પંચના અને ટી.એસ.પી.યોજનાના 22.10 લાખના કામો, બાજીપુરા ખાતે નાણાંપંચના તળાવ પર વિકાસના કામો, તીતવા ખાતે ગ્રામ પંચાયત મકાન 15.00 લાખના કામો,, વાલોડ ખાતે વાડી ફળિયામાં આંગળવાડી કેન્દ્રનું 7.00 લાખનું કામ, વાલોડ ડોડીયા ફળિયામાં નાણાંપંચ અંતર્ગત 21.30 લાખના કામો,નનસાડ ગામે નાણાપંચ ના 10.80 લાખના કામો તથા નનસાડ ખાતે એ.ટી.વી.ટી. યોજના અને વિવેકાધિન યોજના અંતર્ગત 5.00 લાખના કામો, શિકેર ગામે નાણાંપંચના 32.00 લાખના કામો, અને અંધાત્રી ગામે મનરેગા યોજના અંતર્ગત રાજીવ ગાંધી ભવન 14.65 લાખના કામોનું લોકાર્પણ કાર્યક્રમ થશે, આમ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ 2018-19, અને 2019-20 દરમ્યાન કુલ 456.85 લાખના કામોની સરકારી ગ્રાન્ટોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં તાલુકા પંચાયના પ્રમુખ રવલીબેન કોકંણી, ઉપપ્રમુખ શૈલેષભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી અમરતભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ દક્ષાબેન કેવસીંગભાઇ ચૌધરી વગેરે મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમ યોજાશે.

વાલોડના 10 ગામોમાં 456.85 લાખના વિકાસના કામોનું ખાતમુર્હૂત અને લોકર્પણ

અન્ય સમાચારો પણ છે...