તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમિકાને મળવા આવેલા યુવકનું અચાનક બેભાન થયા બાદ મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાનાં ગોદાવાડી ગામે નેવજી ફળિયામાં રહેતો સચીનભાઈ કિશનભાઈ ઉર્ફે કરશનભાઈ પટેલ (23) જે ઈલેક્ટ્રીક વાયરિંગનું કામ કરે છે. રવિવારના રોજ ઘરેથી કામ અર્થે બારડોલી જવાનું કહી નીકળ્યો હતો. પોતાના મિત્ર સાથે મોટરસાઈકલ પર બારડોલી ખાતે રહેતી પ્રેમીકાને મળવા આવ્યો હતો.કેશરકુંજ સોસાયટીની બાજુમાં શેરડીના કટિંગ થયેલા ખેતરમાં ઝાડ નીચે બેઠા હતાં. રાત્રિના 9.30 વાગ્યે પ્રેમીકા આવી હતી. આ સમયે અચાનક યુવાન કોઈ અગમ્ય કારણસર બેભાન થઈ જતાં તાત્કાલિક સારવાર માટે સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. હકીકત અંગે બારડોલી પોલીસને જાણ કરતાં અમોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...