હાંસોટ પંડવાઈ સુગરમાં બોઇલરનું શસ્ત્રોક્ત વિધિ સાથે પ્રદીપન સંપન્ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટ પંડવાઈ સુગરમાં બોઇલરનું શસ્ત્રોક્ત વિધિ સાથે પ્રદીપન સંપન્ન કરવામાં આવી હતી. સંસ્થા ડિરેક્ટર અલ્પેશ પટેલ તેમજ પત્ની પારુલબેન અને સભ્યો સાથેપૂજાવિધિ કરી બોઇલર વિધિવત ચાલુ કરાયા હતા. પીલાણ સીઝન 2019-20ના વર્ષની ખાંડ ઉત્પાદન કામીગીરીનો પ્રારંભ કરાયો હતો. ચાલુ વર્ષે પંડવાઈ સુગર દ્વારા 5.5લાખ મેટ્રિક ટન શેરડી પીલાણ અંદાજ મુકવામાં આવ્યો છે.

હાંસોટ તાલુકાના પંડવાઈ ગામ ખાતે આવેલ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા આગામી પીલાણ સીઝન 2019-20નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, ઓલપાડ, માંડવી, અને માંગરોલ તાલુકાના ખેડૂત સભાસદ ધરાવતી પંડવાઈ સુગર ખાતે સવારે 10:00 કલાકે વિધિ યોજવામાં આવી હતી. આગામી સીઝનમાં સભાસદો દ્વારા શેરડીનાપાકનું ઓછું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યના સહકાર મંત્રી અને સંસ્થાના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ દ્વારા આ વર્ષે 5.5 લાખ મેટ્રિક ટન ઉત્પાદનનો આશાવાદ સેવ્યો હતો.

આ પ્રસંગે સંસ્થાના ડિરેક્ટર વાઇસ ચેરમેન અરવિદ પટેલ, હર્ષદભાઈ પટેલ, યશવંત પટેલ, જયદીપસિંહ દેવધરા, મહિપતસિંહ વશી, નટવરભાઈ પટેલ, મેનેજીગ ડિરેક્ટર અમૃત પટેલ, ચીફ ઈજનેર દિલીપચૌધરી, ડિસ્ટિલેશન ઇન્ચાર્જ દશરથ પટેલ, કોમર્શિયલ મેનેજર મુકેશ પટેલ, ચીફ કેમિસ્ટ હિમાંશુ ટેલર, સહીત સંસ્થા અધિકારી અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

પંડવાઈ સુગરમાં બોઇલરનું શસ્ત્રોક્ત વિધિ સંસ્થાડિરેક્ટર અલ્પેશ પટેલ તેમની પત્ની તેમજ સભ્યો સાથે પૂજાવિધિ કરી ચાલુ કર્યા હતા. હર્ષદ મિસ્ત્રી,

અન્ય સમાચારો પણ છે...