ગોડથલ નહેરમાંથી વ્યારાના યુવકની લાશ મળી આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાલા-ચીખલી | તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામનો પરિમલ રમેશ ગામિત (ઉ.વ. 19) ધો. 10માં નાપાસ થતા કડિયાકામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યો હતો. 9મી ફેબ્રુઆરીએ કડિયા કામ પરથી પરત ઘરે ફરતી વખતે વ્યારા તાલુકાના ભાટપોર ગામે જવાના રસ્તા પર અકસ્માતે બાઈક સાથે નહેરના પાણીમાં પડી જતા મોત નીપજ્યું હતું. લાશની પરિવારો શોધખોળ કરી હતી પરંતુ તે મળી ન હતી. જોકે આ લાશ તણાઈને ગોડથલ ગામની સીમમાંથી મળી આવતા ખેરગામ પોલીસે લાશને પરિવારને સોંપી હતી.
અન્ય સમાચારો પણ છે...