તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરડીપાડા નજીક કેનાલમાંથી શ્રમજીવી મહિલાની લાશ મળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢના ગુણસદા ગામના બરડીપાડા ફળીયા નજીકથી પસાર થતી ઉકાઈ હાઈ લેવલ કેનાલમાંથી શનિવારે સવારે એમ મહિલાની લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન કેનાલ નજીક જ પડાવ નાખી રહેતા મજૂર પરિવારની મહિલા શુક્રવારે ગુમ થઇ ગઈ હતી. એની લાશ હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ મહિલાએ અગમ્ય કારણોસર કેનાલમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આહવા તાલુકાના ધવલીદૌડ ગામમાં રહેતા કેટલાક આદિવાસી પરિવારો હાલમાં ગુણસદા ગામના બરડીપાડા ફળીયા નજીક પડાવ નાખી આસપાસના વિસ્તારમાં શેરડી કાપવાની મજૂરી કરી રહ્યા છે. આ પરિવારની એક શ્રમજીવી મહિલા સોનીબહેન તાનિયાભાઈ ગંગોલા (40) શુક્રવારની રાત્રીએ અચાનક ગુમ થઇ ગઈ હતી. જોકે, આ મહિલા અગાઉ પણ આ રીતે ગુમ થયા બાદ પોતાની મેળે પાછી આવી ગયેલ હોવાથી આ વેળાએ પણ કોઈ એ ખાસ શોધખોળ કરી ન હતી. દરમિયાન શનિવારે સવારે પડાવ ની નજીકથી પસાર થતી ઉકાઈ હાઈ લેવલ કેનાલના પાણીમાં એક મહિલાની લાશ મળી આવી હતી, અને તપાસ દરમિયાન આ લાશ રાત્રે ગુમ થનાર સોનીબહેનની જ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ઉકાઈ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબ્જો લઈ પીએમ કરવા અર્થે સોનગઢ ખસેડી હતી. પોલીસે કરેલ તપાસમાં પ્રાથમિક પણે મળેલ વિગત મુજબ મહિલાએ અગમ્ય કારણોસર પાણીમાં ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું હોવાની વાત જાણવા મળી છે. ઉકાઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો