તેનમાં બોથડ હથિયારથી યુવતીની હત્યા લાશ નગ્ન હાલતમાં તળાવ પાસેથી મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીના તેન ગામે તળાવમાંથી વહેલી સવારે 30થી 35 વર્ષની અજાણી યુવતીની હત્યા કરેલી સપૂર્ણ નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. બાજુમાં યુવતીના કપડા મળી આવ્યા હતાં. જે આધારે તોપીલસે નગરમાં મુકેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં બુધવારે સાવારે અને સાંજે યુવતી દેખાઈ છે. જેમાં બે વખત અલગ અલગ શકમંદો સાથે જોવા મળી છે. જેથી પોલીસ આ દિશામાં તપાસ શરૂ કરી છે. બારડોલી નગરને અડીને આવેલ તેન ગામના તળાવમાં ગુરુવારે ...અનુસંધાન પાના નં. 2





સાવરે એક અજાણી યુવતી (35થી 40 વર્ષ)ની નગ્ન હાલમતાં હત્યા કરેલી લાશ મળી આવી હતી. અજાણ્યા હત્યારાએ યુવતીના મોઢા અને માથામાં કોઈ બોથડ હથિયારથી ઘા મારી હત્યા કરી તળાવમાં જ ફેંકી ભાગી ગયો હતો. યુવતીની લાશ નજીક લોહીવાળો પથ્થર મળી આવ્યો હતો. જ્યારે લાશથી થોડે દૂર યુવતીના કપડા કુર્તો લેગિસ અને દુપટ્ટો અને કાળુ પાકીટ મળી આવ્યું હતું. પોલીસે કબજે લઈ તાત્કાલિ તેન અલંકાર સિનેમા માર્ગની દુકાનમાં સીસીટીવી બંને ફૂટેજ બુધવારની સવારથી ચેક કરવાનું શરૂ કર્યુ હતું. જેમાં યુવતીના મળેલા કપડાના વર્ણન આધારે ફૂટેજમાં પ્રથમ યુવતી હત્યા થયેલ એજ હોવાનું નક્કી થયું હતું. જે રાધા તરીકે ઓળખાતી હોવાનું સ્થાનિકોને પૂછતાછમાં જાણવા મળ્યું હતું. ત્યારબાદ અલંકાર સર્કલના સીસીટીવી ફૂટેજના સવારે એક શકમંદ સાથે અને બપોર બાદ બીજા શંકાસ્પદ યુવક લઈ જતો જોવા મળ્યો હતો. જે આધારે પોલીસ યુવતી તેમજ બે શકમંદોની ઓળક માટે તપાસ શરૂ કરી છે. બારડોલી પોલીસમાં તેન ગામના ડે. સરપંચની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉંઘતી યુવતીને ઉઠાડી હાથ પકડી યુવક લઇ ગયો
હત્યા થયેલ યુવતી બપોર બાદ આજ સીસી કેમેરામાં અલંકાર સિનેમા નજીક ઉંઘેલી જોવા મળે છે. ત્યાં એક ભૂરા રંગની ટીશર્ટ પહેલ શકમંદ યુવક આવી ઉઠાવડાની કોશીશ કરે છે, પરંતુ નહીં ઉઠતાં શકમંદ યુવક ત્યાં બેસી જાય છે. અને ત્યારબાદ હાથ પકડી ઉઠાડી પકડીને તેન રોડ તરફ લઈ જતાં જોવા મળે છે.

સવારે 1 યુવક સાથે ગઇ હતી
ભોગ બનેલી યુવતી સવારે 10 વાગ્યે એક શકમંદ સાથે કાળા કલરનો ડ્રેસ પહેરલ અને હત્યા થયેલ સ્થળે મળેલ કપડા હાથમાં જોવા મળે છે. જે તેન ગામના રોડ તરફ બંને ગયા બાદ દશ મીનીટમાં પરત ફરે છે. ત્યારે કપડા બદલી આવે છે.

ચાર પાંચ દિવસથી યુવતી અહીં જોવા મળી હતી
છેલ્લા ચાર પાંચ દિવસથી આ યુવતી અલંકાર સિનમા સર્કલની આજુબાજુ દેખાઈ છે. જે પ્રથમ જોતા થોડી અસ્થિર જેવી લાગતી હતી. પરેશભાઈ, રિક્ષાચાલક