તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના ઉમેદવારે કોંગ્રેસથી વધુ ખર્ચ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી લડનાર ઉમેદવારોએ ચૂંટણીને લઇને કરેલા ખર્ચનો હિસાબ 3 તબક્કામાં રજૂ કરવાનો હોય છે. જેમાં પ્રથમ તબક્કા માટે 12 એપ્રિલે રજૂ કરાયેલા હિસાબોમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર કરતાં વધુ ખર્ચ કર્યો છે. ભાજપના ઉમેદવારે 850882 જ્યારે કૉંગ્રેસના ઉમેદવારે 761160નો ખર્ચે કર્યો છે. કુલ 89722 રૂપિયાનો ખર્ચ ભાજપના ઉમેદવારે કોંગ્રેસ કરતાં વધુ કર્યો છે. જો કે 20 એપ્રિલ સુધીમાં બંને ઉમેદવારોના ખર્ચમાં વધારો થવાનો છે.

વલસાડ લોકસભા ચૂંટણી લડવા માટે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પ્રચાર વેંગવંતો કર્યો છે. ચૂંટણી પ્રચારમાં થયેલા ખર્ચાઓની વિગત બંને પક્ષના ઉમેદવારે નોડલ ઓફિસરને આપી હતી. લોકસભા ચૂ઼ંટણીના મતદાન પહેલા દરેક ઉમેદવારોએ તેમણે કરેલા સભા સરઘસ, વાહન ભાડુ, ચા-નાસ્તાના ખર્ચાઓ સહીતના ખર્ચનો હિસાબ ત્રણ તબક્કામાં રજૂ કરવાનો હોય છે. જે માટે ચૂંટણી પંચ દ્વારા તારીખ 12, 16 અને 20 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ચૂંટણી પ્રચારમાં થયેલા ખર્ચાઓની વિગત બંને પક્ષના ઉમેદવારે નોડલ ઓફિસરને આપી હતી. જેમાં ભાજપપા ઉમેદવાર ડો.કે.સી.પટેલે 850882 ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જેમાં સભામાં બેનર,ખુરશી, જમણવાર સહિતના ખર્ચનો સમાવેશ થાય છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીએ 7611160 ખર્ચ કર્યો છે.

સ્ટાર પ્રચારક આવતાં આ ખર્ચ વધી જશે
ભાજપના ઉમેદવારના સમર્થનમાં રૂપાલાએ ત્રણ સ્થળે સભા ગજવી હતી. આ ઉપરાંત હજુ અન્ય નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે આવશે. જેનો ખર્ચ ભાજપના ઉમેદવારના ખર્ચમાં ગણાશે. જયારે કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં હજુ સ્ટાર પ્રચારકો આવ્યા નથી. સ્ટાર પ્રચારકો આવશે એવું મનાઇ છે. બંને પક્ષોના ઉમેદવારોના સમર્થનમાં સ્ટાર પ્રચારકોનો ચૂંટણી પ્રચારનો ખર્ચ ઉમેદવારના ખાતામાં ગણાશે.

અન્ય સમાચારો પણ છે...