સેલંબા નજીક સ્ટીયરીંગ જામ થતાં બાઇક ખાડામાં ખાબકી : યુવાનનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલંબાના માર્કેટ યાર્ડ નજીક સ્ટીયરીંગ જામ થઇ જતાં બેકાબુ બનેલી બાઇક રોડની સાઇડ પરના ખાડામાં ઉતરી જતાં એક યુવાનનું મોત થયું હતું જયારે અન્ય એકને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ધનશેરા-સેલંબા માર્ગમાં આવેલ માર્કેટ યાર્ડની આગળ આવેલ વળાંક જીવલેણ સાબિત થઇ રહયો છે.

દેડીયાપાડાના જયેશવિજેસિંગ વસાવા (ઉ.વ.૨૫) અને ચુનિલાલ જયસિંગ વસાવા રવિવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં બાઇક લઇને પેટ્રોલ પુરાવવા માટે નીકળ્યાં હતાં. તેઓ બંને પેટ્રોલ ભરાવીને પાછા ફરતાં હતાં તે સમયે સેલંબાના માર્કેટ યાર્ડ પાસેના વળાંક પર બાઈક ચાલક જયેશ વિજેસિંગને ટર્ન નહિ લાગતા રોડની સાઈટમાં આવેલા ખાડામાં ઉતારી દેતા અકસ્માતથયો હતો જેમાં ચુનિલાલ વસાવાને માથાંના ભાગે છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજયુ હતુ જયારે જયેશ વસાવાને સારવાર માટે સાગબારા આરોગ્યકેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો..આ અકસ્માતની જાણ તેમના પરિવારોને થતા તેમના માથેઆભ તુટી પડયુ હતુ. ...અનુસંધાન પાના નં.2

સાગબારા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેવળાંક પાસે અકસ્માત થયો તે વળાંક જોખમી હોય જેથી આવા અકસ્માતો ફરી ન થાય તે માટે સાઈન બોર્ડ મુકવા જોઈએ તથા તેની આસપાસમાં ઉગી નિકળેલા ઝાડી ઝાખરા દુર કરવાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...