• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • Bardoli News The Bardoli Council President Started The Work Of The Divider The Construction Chairman Stopped Saying That The Measurement Is Not Correct 055608

બારડોલી પાલિકા પ્રમુખે ડિવાઇડરનું કામ શરૂ કરાવ્યું તો બાંધકામ ચેરમેને માપણી યોગ્ય નથી કહી અટકાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરનો આચાર્ય તુલીસી માર્ગની ખાડીનું પુરાણ કરી માર્ગ પહોળો કરવાની કામગીરીથી શાસકોમાં અંદરો અંદર વિવાદ ઉઠ્યો છે. તાજેતરમાં ચરમ સપાટી પર આવી ગયો છે. બે દિવસ પહેલા પાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની હાજરી વચ્ચે અધિકારીએ પહોળો થયેલ માર્ગની વચ્ચે ડિવાઈડરની કામગીરી કરવા માપણી કરવામાં આવી હતી. ત્યારબાદ એજન્સીએ કામ શરૂ કર્યુ હતું, પરંતુ બાંધકામ ચેરમેન ડિવાઈડરનું માપ સેન્ટરમાં ન હોવાનું જણાવી ફરી માપણી કરવા જણાવતાં કામ બંધ કરવાની ફરજ પડી છે. પાલિકાના પદાધિકારીઓના જુથવાદથી ફરી એકવખત રાજકારણ ગરમાયું છે.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બારડોલી પાલિકાની ટીપીમાં આવતો આચાર્ય તુલસી માર્ગની બાજુમાંથી વહેતી ખાડીમાં ભૂંગળા નાંખી માર્ગને પહોળો કરવાની કામગીરી શરૂઆતથી વિવાદ ઉઠ્યો છે. જે સતત ચર્ચામાં રહ્યો છે. જનતા સોસાયટીને અડીને દીવાલ બનાવવાનું કામ કરવાનું નક્કી થતાં જ શાસકપક્ષના જ સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો હતો. પાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ આખર વોકવે અને દિવાલ બનાવવાનું પ્રોજેક્ટને અભરાયએ ચઢાવવાની ફરજ પડી હતી. આ મુદ્દે પણ અંદરો અંદરનો જુથવાદ નગરજનો સમક્ષ આવ્યો હતો. ત્યારબાદ ગુપ્તરાહે બે જુથમાં આગળ વધતો રહ્યો હતો. માર્ગ પહોળો થયા બાદ જૂના ડિવાઈડર દૂર કરવામાં આવ્યા હતાં. જેથી બે દિવસ પહેલા પાલિકા પ્રમુખ ગણેશભાઈ ચૌધરીએ કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ પટેલની હાજરીમાં બાંધકામ અધિકારીએ ટીપી રોડનું સન્ટર માપ લઈ લાઈનદોરી ખેંચી હતી. ત્યારબાદ ગુરુવારે એજન્સીએ કામ શરૂ કર્યુ હતું.

પરંતુ સાંજના સમયે બાંધકામ વિભાગના ચેરમેન ઉદેસિંગ સેંગાર આવી માર્ગ પર ડિવાઈડર બનાવવા ખોદકામ શરૂ કરેલ જે માર્ગના સેન્ટરમાં ન હોવાનું જણાવી ફરી માપણી કરવા જણાવતાં કામ બંધ કરવું પડ્યું હતું. પાલિકા પ્રમુખ અને કારોબારીની હાજરીમાં માપણી કરવા કામ શરૂ કરાવ્યું અને બીજા જિ દિવસે બાંધકામ ચેરમેન માપ યોગ્ય ન હોવાનું જણાવતાં બંધ કરવાની ફરજ પડી છે. પાલિકાના જવાબદાર પદાધિકારીઓમાં સંકલનનો સ્પષ્ટ અભાવ સાથે અંદરો અંદરનો જુથવાદ નગરજનો સામે આવ્યો છે. પાલિકામાં ફરી એકવખત રાજકીય માહોલ ચર્ચાસ્પદ બન્યો છે. ભાજપ સંગઠનના હોદ્દારો પણ પાલિકાના શાસકસભ્યો સામે લાચાર સાબિત થઈ રહ્યો છે.

પાલિકા પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોની હાજરીમાં લાઇનદોરી ખેંચી રહેલા કર્મચારીઓ અને બાજુમાં વિવાદ સર્જાતા અધૂરૂં છોડી દેવામાં આવેલું કામ.

ફરી એક વખત માપણી કરી કામ શરૂ કરાશે
આચાર્ય તુલસી માર્ગ પર નવા ડિવાઈડરનું કામ શરૂ કરાવવા માર્ગનું સેન્ટરની માપણી થઈ હતી. જે બાંધકામ વિભાગના ચેરમેને માપણી યોગ્ય નહીં લાગતાં ફરી એક વખત સેન્ટરનું માપ લેવા અંગે જણાવતાં હાલ કામ બંધ છે. પંકજભાઈ પટેલ, અધિકારી, બાંધકામ વિભાગ, બારડોલી પાલિકા

અન્ય સમાચારો પણ છે...